Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 12 killed as plane crashes into school in Kenya

કેન્યામાં મોટી વિમાન દુર્ઘટના, સ્કૂલ ઉપર પ્લેન પડતાં 12 લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 28 Oct 2025
લાઇવ ટીવીGoogle News
કેન્યામાં મોટી વિમાન દુર્ઘટના, સ્કૂલ ઉપર પ્લેન પડતાં 12 લોકોના મોત
સોર્સ : google

કેન્યામાં એક વિમાન દુર્ઘટના ઘટી છે. કેન્યાના દરિયાકાંઠાના પ્રદેશ ક્વાલેમાં વિમાન દુર્ઘટના થઈ છે. વિમાનમાં સવાર તમામ બાર લોકોના મોતની આશંકા છે. કેન્યાના અધિકારીઓએ અકસ્માત અંગે માહિતી જાહેર કરતા જણાવ્યું હતું કે વિમાન મસાઈ મારા અભ્યારણમાં એક લોકપ્રિય પર્યટન સ્થળ તરફ જતી વખતે ક્રેશ થયું હતું. આ અકસ્માત ડિયાનીથી ઉડાન ભર્યા બાદ કિચવા ટેમ્બો તરફ જઈ રહ્યું હતું તે સમયે હવાઈ પટ્ટીથી લગભગ 40 કિલોમીટર દૂર એક ડુંગરાળ અને જંગલી વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

App Store

શોધ અને બચાવ કામગીરી ચાલુ 

ક્વાલે કાઉન્ટી કમિશનર સ્ટીફન ઓરિન્ડેએ જણાવ્યું હતું કે, પ્લેન ક્રેશ સ્થળ પર શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ બાબતે વધુ વિગતો પછીથી જાહેર કરાશે. કેન્યા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે વિમાનમાં 12 લોકો સવાર હતા અને અધિકારીઓ પ્લેન ક્રેશ થવા બાબતે તપાસ કરી રહ્યા છે.

કેન્યા સિવિલ એવિએશન ઓર્થોરિટીએ દુર્ઘટનાની પુષ્ટિ કરીને બતાવ્યું કે વિમાન રહેણાક વિસ્તારમાં એક સ્કૂલ ઉપર પડ્યું છે. દુર્ઘટનામાં કેટલાક ઘર ધ્વસ્ત થયા છે. અનેક લોકો ઘાયલ થયા છે. 

આ વિમાન પ્રવાસીઓને ડિયાનીથી કિચવા ટેમ્બો લઈ જઈ રહ્યું હતું અને સ્થાનિક સમય મુજબ સવારે 8:30 વાગ્યે ક્રેશ થયું હતું. કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટી (KCAA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "રજિસ્ટ્રેશન નંબર 5Y-CCA ધરાવતું વિમાન, જે ડિયાનીથી કિચવા ટેમ્બો જઈ રહ્યું હતું. દરમિયાન 0530Z પર ક્રેશ થઈ ગયું. 

ટોપિક્સ:plane crashkenyagstv