મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO : ANDARNI VAAT/ જમીનમાં દાટેલો કરોડોનો કિંમતી સાગનો જથ્થો જપ્ત, પોલીસ-વન વિભાગની મોટી રેડ

છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં પોલીસ અને વન વિભાગની સંયુક્ત ટીમે એક મોટી કાર્યવાહી કરીને કિંમતી

છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં પોલીસ અને વન વિભાગની સંયુક્ત ટીમે એક મોટી કાર્યવાહી કરીને કિંમતી સાગના લાકડાની તસ્કરીના મોટા નેટવર્કને નિષ્ફળ બનાવ્યું છે. વન માફિયાઓ દ્વારા કરોડો રૂપિયાની કિંમતના સાગના આ આખા પાટિયા ખૂબ જ શાતિર પ્રકારે તળાવ, નદીના કિનારા અને ઘરના પાછળના ભાગમાં માટી નીચે છુપાવી રાખવામાં આવ્યા હતા. આ બાતમીના આધારે વહીવટી ટીમે ઘટનાસ્થળે પહોંચીને માટી હટાવીને તપાસ કરી, ત્યારે જમીનની અંદર દાટેલો કિંમતી જથ્થો મળી આવ્યો હતો. સત્તાવાર અહેવાલ મુજબ, દરોડા દરમિયાન આશરે બે થી ત્રણ ટન જેટલું અત્યંત મોંઘું સાગનું લાકડું જપ્ત કરવામાં આવ્યું છે, જે વન વિભાગની તાજેતરની સૌથી મોટી સફળતા માનવામાં આવે છે.

આ આખી ઓપરેશન પાછળની અંદરની વાત એ છે કે, વન સંરક્ષણના આ સરકારી દાવાઓ વચ્ચે સ્થાનિક સ્તરે સરકારી સ્ટાફની આંતરિક મિલીભગત વિના આટલી મોટી તસ્કરી શક્ય જ નથી.. વન માફિયાઓ દ્વારા આ કિંમતી લાકડાના જથ્થાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા નેટવર્ક પર ગ્રાહકોને બતાવીને ઓનલાઇન મોટો સોદો નક્કી કરવામાં આવ્યો હતો.. સ્થાનિક રહીશો દ્વારા લાકડાની હેરાફેરીના આંતરિક વીડિયો વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને મોકલાયા બાદ, મજબૂરીવશ આ સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. તંત્ર હવે આ મામલે નાની ટુકડીઓ પર દોષ ઢોળીને પોતાના આંતરિક ભ્રષ્ટાચારને છુપાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો