મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO : ANDARNI VAAT/ વીજ વિભાગની ઘોર બેદરકારી: જીવતા વાયરો લાકડાના ટેકે

તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના થંગચીમડમ ગામમાં વીજળી વિભાગની ધોર બેદરકાર

તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના થંગચીમડમ ગામમાં વીજળી વિભાગની ધોર બેદરકારી સામે આવી છે. થંગચીમડમથી કટ્ટુવેલાઇંગમ તરફ જતા રસ્તા પર રામેશ્વર વીજળી બોર્ડની લાઇનના વીજ થાંભલા પડુ પડુ થઇ રહ્યા છે. આ થાંભલાના જીવતા વાયર નીચે નમી ગયા છે. પણ રામેશ્વર વીજળી વિભાગે થાંભલા બદલવાને બદલે લાકડાના ટેકા લગાવીને જીવતા વાયર ટકાવી રાખ્યા છે. લાકડાના ટેકા વીજ વાયરને એવી રીતે લગાવ્યા છે કે પવન અને વરસાદને કારણે ગમે ત્યારે તૂંટી પડે તેમ છે. ગામડાને જોડતા આ રસ્તા પર દિવસભર માણસો અને વાહનોને અવરજવર રહે છે. અનેક વિદ્યાર્થીઓ અને બાળકો સ્કુલે જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. તેઓ વીજળીના તાર નીચેથી જ પસાર થાય છે. જીવતા તાર લાકડાના ટેકે લટકતા હોવાથી બાળકોનું જીવન પણ જોખમમાં આવી ગયું છે. આ દ્રશ્ય માત્ર એક બે દિવસ પૂરતું મર્યાદિત નથી. ઘણાં સમયથી વીજળી વિભાગે આ જીવતા વાયરને લાકડાના ટેકાથી ઉભા રાખ્યા છે. આ વાત અધિકારીઓ પણ જાણે છે. અધિકારીઓ એ પણ જાણે છે કે વરસાદ, પવન કે બીજા કોઇ અકસ્માતના કારણે ગમે ત્યારે દુર્ધટના ઘટી શકે છે પણ તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે. ગામના સ્થાનિક લોકો કહે છે કે, “અમારા ગામમાં રોજ સ્કૂલના બાળકો આ રસ્તે પસાર થાય છે. વીજલાઇનો નીચે લટકી રહી છે અને વીજળી વિભાગ માત્ર લાકડાના ટુકડા અને ડાળીઓ નાખીને કામ ચલાવે છે. આ ખૂબ જ ખતરનાક અને ગંભીર બાબત છે. અમે ઘણી વખત વીજળી બોર્ડને અરજી કરી છે કે નવા પોલ લગાવી લાઇનને સુરક્ષિત કરો. પણ અમારું કોઇ સાંભળતું નથી.” સ્થાનિકોનું કહેવું છે કે આ અસ્થાયી વ્યવસ્થા લાંબા સમયથી ચાલી રહી છે. વિભાગ તરફથી કાયમી ઉકેલ લાવવા માટે કોઇ પ્રયત્ન થતા નથી. રામેશ્વર વીજળી વિભાગ સામે મામલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પણ વીજળી વિભાગ કુંભકર્ણ નિંદામાં છે.  

આ સમાચાર શેર કરો