મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO : ANDARNI VAAT/ કેરળમાં ફીફા વર્લ્ડ કપનો અનોખો ક્રેઝ: મેસ્સી, રોનાલ્ડો અને નેમારના રંગે રંગાયા ગામ-શહેરો

ફીફા વર્લ્ડ કપે વિશ્વભરના ફૂટબોલ પ્રેમીઓમાં ભારે ઉતેજના જગાવી છે. ફૂટબોલ પ્રેમીઓ આ રમ

ફીફા વર્લ્ડ કપે વિશ્વભરના ફૂટબોલ પ્રેમીઓમાં ભારે ઉતેજના જગાવી છે. ફૂટબોલ પ્રેમીઓ આ રમત પાછળ એટલા ઉત્સાહિત હોય છે કે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ભારતમાં કેરલમમાં ફૂટબોલ ક્રેઝ અનોખો છે. ફીફા વલ્ડકપ શરુ થતા કેરલમના ગ્રામ વિસ્તાર ફૂટબોલ ફીવરનો રંગ જોવા મળી રહ્યો છે. કેરલમના માલપ્પુરમ જિલ્લામાં ફૂટબોલનો જુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો છે. માલપ્પુરમના મુંડામાં બ્રાઝિલ અને આર્જેન્ટિના સમર્થકો વચ્ચે ફ્લેક્સ-યુદ્ધ શરૂ થયું હતું. પોતાની ટીમ અને ખેલાડીને સપોર્ટ કરવા માટે કોણ કેટલા મોટા બેનર અને ફ્લેક્સ લગાવે તેની હોડ જામી છે. માલપ્પુરમમાં મુંડા જાઝ ક્લબ દ્રારા બ્રાઝિલ ટીમને સપોર્ટ કરવામાં આવ્યો હતો. આ ક્લબે મુંડામાં સ્ટેટ હાઈવે પર ૪૦૦ ફૂટ લાંબં  અને ૧૨ ફૂટ ઊંચું વિશાળ ફ્લેક્સ બેનર લગાવ્યું હતું. આ બેનર વિશ્વના સૌથી લાંબા ફૂટબોલ થીમવાળા ફ્લેક્સોમાનું એક હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ફ્લેકસ વાઇરલ થતા જ દૂર દૂરથી ફૂટબોલ પ્રેમીઓના ધાળા ઉમટ્યા હતા.. બ્રાઝિલ ટીમના સમર્થકો સામે મુંડામાં જ આર્જેન્ટિના ટીમના સમર્થકો દ્રારા ૬૦૨ ફૂટ લાંબું વિશાળ ફ્લેક્સ લગાડવામાં આવ્યું હતું. આર્જન્ટિનાના સમર્થકોએ દાવો કર્યો હતો કે બ્રાઝિલ કરતા તેમનું ફ્લેક્સ વિશાળ છે.  

કેરલમના ગામ અને શહેરી વિસ્તારમાં માત્ર દ્રારા જ ક્બબ નથી પણ વ્યક્તિગત સમર્થકો દ્રારા પણ  વિશાળ હોડિંગ લગાવવામાં આવ્યા હતા. પલક્કડના કોંગાડમાં આર્જેન્ટિનાના એક ફેન્સે ૧૬૦ ફૂટનું બેનર લગાવ્યું હતું.  આ બેનરના જવાબમાં બ્રાઝિલના ફેન્સે ૧૮૨ ફૂટનું બેનર લગાવ્યું હતું. કેરલમના કોટ્ટાયમમાના રસ્તા પર પણ ફૂટબોલ સ્ટાર મેસ્સી, રોનાલ્ડો અને નેમારના કટ આઉટ લાગ્યા હતા. કોટ્ટાયમમાં રસ્તા પર ફૂટબોલ પ્રેમીઓ દ્રારા બેનર લગાવવામાં આવ્યા હતા. આમ આખું શહેર ફૂટબોલના રંગે રંગાયું હતું. કેરલમનો મલબાર વિસ્તાર ફૂટબોલ પ્રેમ માટે પ્રખ્યાત છે. અહીં ઘરો, રસ્તાઓ અને ગામડામાં મકાનોને પોતાની ફેવરીટ ટીમના રંગથી સજાવવામાં આવે છે. રસ્તા પર અને ઘરે ફૂટબોલ સ્ટાર મેસ્સી અને નેમારના કટઆઉટ્સ પણ મુકવામાં આવે છે. આ રીતે કેરલમમાં લોકો પોતાની ટીમ અને ખેલાડીને અનોખી રીતે પ્રેમ વ્યક્ત કરે છે. 

આ સમાચાર શેર કરો