મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO : ANDARNI VAAT/ ઊંડા કૂવામાં ઉતરવા મજબૂર મહિલાઓ, આંધળા તંત્ર સામે જનતા રસ્તા પર

કાળઝાળ ગરમીમાં રાજસ્થાનમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઇ છે. થરના રણને અડીને આવેલા વિસ્તાર જોઘપુર, અજમેર, નાગોર,

કાળઝાળ ગરમીમાં રાજસ્થાનમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઇ છે. થરના રણને અડીને આવેલા વિસ્તાર જોઘપુર, અજમેર, નાગોર, બિકાનેર વગેરેના ગ્રામિણ વિસ્તારોમાં પીવાના પાણીની તિવ્ર તંગી સર્જાય છે. પાણી બે ત્રણ દિવસે આવતું હોવાથી લોકો આંદોલન કરવા મજબુર બન્યા છે. જોધપુરના લુણી તાલુકાના લોકો પાણી ન આવતું હોવાથી કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. હાથમાં માટલા અને ભારતનો ઝંડો લઇને આવેલા ગામ લોકોએ કલેક્ટર ઓફિસનો મુખ્ય રસ્તો બ્લોક કરી દીધો હતો. મહિલાઓ, પુરુષો અને યુવાનોએ હાથમાં બેનર લઇને વિરોધ કર્યો હતો. તેણે માંગ કરી હતી ગામડાઓને પીવાનું પાણી આપો. ચારથી પાંચ દિવસે પાણી આવે છે. એ પણ થોડી મિનિટ માટે જ હોય છે. મહિલાઓએ પાણી માટે કીલોમિટર સુધી જવું પડે છે. રજૂઆત કરવા આવેલા ગ્રામલોકો અને સ્થાનિક પોલીસ વચ્ચે રકજક થઇ હતી. સ્થાનિકોની માગ હતી કે અધિકારીઓ અમારું સાંભળતા નથી. કલેક્ટર સરકાર સુધી અમારી વાત પહોંચાડે. વિરોધ ઉગ્ર ન બને તે માટે પોલીસ દ્રારા બેરિકેટ લગાવી દેવામાં આવ્યા હતા. જો કે મહિલાઓ અને પુરુષો ઉગ્ર બનતા તંત્રએ લોકોની વાત સાંભળી હતી. મહિલાઓએ કહ્યું હતું કે અમારે પાણી માટે દૂર જવું પડે છે. પાણી માટે 50 ફૂટ ઉંડા કુવામાં પણ ઉતરવું પડે છે પણ આંધળા તંત્રને આ કાંઇ દેખાતું નથી. 

જોધપુર સાથે અજમેર શહેરમાં પણ પીવાના પાણીની તંગી ઉભી થઇ હતી. અજમેરના વોર્ડ નંબર 44માં સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓ અને પુરુષોએ રોડ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ સ્થાનિક લોકો વોર્ડની ઓફિસ પહોંચ્યા હતા. ત્યાં હાજર અધિકારીવે ઉગ્ર રજૂઆત કરી હતી કે પીવાનું પાણી ચારથી પાંચ દિવસે આવે છે. આ કારણે સ્થાનિક લોકોની હાલત ગંભીર બની ગઇ હતી. થોડા સમય પહેલા આવેલા  વંટોળના કારણે પાણીની પાઇપલાઇન તૂંટી ગઇ છે. અધિકારીઓને રજૂઆત કરી છે પણ કોઇ નિરાકરણ આવતું નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે પણ તંત્ર સાંભળતું નથી. અલનીનોને કારણે વરસાદ ખેંચાવાની સંભાવના છે ત્યાકે રાજસ્થાનમાં પાવીના પાણીની સ્થિતિ હજુ વધારે વિકટ બને તેવું દેખાઇ રહ્યું છે.

આ સમાચાર શેર કરો