VIDEO : ANDARNI VAAT/ કાગળ પર નોટિસનો 'બચાવ વ્યુહ'? આર્થિક મદદ વિના જૂની ધરોહરો તોડી પાડવા દબાણથી રોષ
ઉત્તર પ્રદેશના મથુરામાં બાંકે બિહારી મંદિર રોડ પર થયેલા અકસ્માત બાદ વૃંદાવન મ્યુનિ


ઉત્તર પ્રદેશના મથુરામાં બાંકે બિહારી મંદિર રોડ પર થયેલા અકસ્માત બાદ વૃંદાવન મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.. ભવિષ્યમાં આવી હોનારતો અટકાવવા માટે બાંકે બિહારી મંદિર માર્ગ પર આવેલા 68 જર્જરિત મકાનોને વહીવટી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.. બાંધકામ વિભાગના એન્જિનિયર અરુણ કુમારના જણાવ્યા મુજબ, કોર્પોરેશન દ્વારા આવા જોખમી મકાનોની ઓળખ કરવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. છેલ્લા છ મહિનામાં ૫૨ નોટિસો આપવામાં આવી હતી, જેમાંથી 48 મિલકતોનું સમારકામ પૂર્ણ કરી દેવાયું છે. હવે બાકી રહેલા જોખમી બાંધકામોને રોજિંદા ધોરણે નોટિસ મોકલીને વહીવટી તંત્ર અને જિલ્લા વહીવટી વિભાગની સીધી દેખરેખ હેઠળ રિપેરિંગ કામ કરાવવાનું આયોજન ઘડાયું છે..
નોટિસની આ આકરી ઝુંબેશ પાછળની અંદરની વાત એ છે કે, વહીવટી તંત્ર આ આખી કવાયત માત્ર પ્રવાસીઓની સુરક્ષા માટે નહીં, પરંતુ અકસ્માતની જવાબદારીમાંથી પોતાનો બચાવ કરવા માટે આંતરિક વ્યુહરચના તરીકે કરી રહ્યું છે.. કોર્પોરેશન માત્ર કાગળ પર નોટિસો ફટકારીને સંતોષ માની લે છે, જ્યારે સ્થાનિક મકાનમાલિકો આર્થિક તંગી અને જાળવણીના ભારે ખર્ચને કારણે પ્લાસ્ટર કે સમારકામ કરાવી શકવા અસમર્થ છે. આસપાસના સમુદાય તરફથી કોઈ આર્થિક સહયોગ ન મળતાં મકાનમાલિકોમાં ભારે આંતરિક રોષ છે. તંત્ર કોઈપણ આર્થિક સબસિડી આપ્યા વિના આ જૂની ધરોહરોને તોડી પાડવાનું દબાણ કરી રહ્યું છે, જેથી ભવિષ્યની મોટી દાન-દક્ષિણાની આવક ધરાવતા આ કોરિડોર વિસ્તાર પર સરકારી પકડ મજબૂત કરી શકાય.




