Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Zimbabwe won the toss against India, changes made to the playing XI

ઝિમ્બાબ્વેએ ભારત સામે જીત્યો ટોસ, સિક્સર સાથે સંજૂ સેમસને અપાવી ધમાકેદાર શરૂઆત

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ઝિમ્બાબ્વેએ ભારત સામે જીત્યો ટોસ, સિક્સર સાથે સંજૂ સેમસને અપાવી ધમાકેદાર શરૂઆત
સોર્સ : GOOGLE

T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં આજે(26 ફેબ્રુઆરી) ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મહામુકાબલો છે. ઝિમ્બાબ્વેની ટીમ પહેલીવાર ભારતની ધરતી પર રમી રહી છે. ઝિમ્બાબ્વેએ ટોસી જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.

App Store

ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, "અમે બેટિંગ કરવા માગતા હતા. ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 ઓવરમાં 23/0 છે. ટીમ તરફથી સંજુ સેમસન અને અભિષેક શર્મા ક્રિઝ પર છે. ભારતીય ઓપનરોએ પ્રથમ ઓવરમાં 13 રન બનાવ્યા. સંજુ સેમસને રિચાર્ડ નગારવાના પહેલા બોલ પર છગ્ગો મારીને ટીમ ઈન્ડિયાનું ખાતું ખોલ્યું. તેણે ઓવરમાં એક ચોગ્ગો પણ માર્યો.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 ફોર્મેટમાં અત્યાર સુધી 13 મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 10 મેચ જીતી છે. માત્ર 3 મેચ ઝિમ્બાબ્વેએ પોતાના નામે કરી છે. બંને ટીમ T20 વર્લ્ડ કપમાં આ પહેલા એક જ વાર 2022માં ટકરાઈ હતી


સંજૂ સેમસનને મોકો

ભારતીય ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર કર્યા છે. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરાયો છે. જ્યારે રિંકુ સિંહની જગ્યાએ સંજુ સેમસનને ટીમમાં લાવવામાં આવ્યો છે.

• ભારતની પ્લેઈંગ ઈલેવન: સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ