મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 World Cup 2024 / યુવરાજ સિંહે ભારતીય ટીમમાં પોતાના મિત્રના કર્યા વખાણ, કહ્યું- 'તે વર્લ્ડકપ ટ્રોફી જીતવા...'

અનુભવી ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ભારતીય કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરી અને કહ્યું કે, તે 'હિટમેન'ને વ

T20 World Cup 2024 / યુવરાજ સિંહે ભારતીય ટીમમાં પોતાના મિત્રના કર્યા વખાણ, કહ્યું- 'તે વર્લ્ડકપ ટ્રોફી જીતવા...'

અનુભવી ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ભારતીય કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરી અને કહ્યું કે, તે 'હિટમેન'ને વર્લ્ડ કપ ટ્રોફી જીતતા જોવા માંગે છે. ICC સાથે વાત કરતી વખતે 42 વર્ષીય યુવરાજ સિંહે રોહિત શર્માનું સમર્થન કર્યું અને કહ્યું કે, તે આગામી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે મોટી ભૂમિકા ભજવશે.

તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવશે. યુવરાજ સિંહના કહેવા પ્રમાણે, “રોહિત શર્માની હાજરી મહત્ત્વપૂર્ણ રહેશે. મને લાગે છે કે આપણને ખૂબ સારા કેપ્ટનની જરૂર છે. સંવેદનશીલ કેપ્ટન, જે દબાણમાં વધુ સારા નિર્ણયો લઈ શકે છે. રોહિત શર્મા તેમાંથી એક છે. તે 2023 ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો કેપ્ટન હતો. તેણે પાંચ IPL ટાઈટલ જીત્યા છે. મને લાગે છે કે ટીમને તેના જેવા ખેલાડીની જરૂર છે, જે ભારતની કેપ્ટનશિપ કરી શકે."

રોહિત શર્મા શાનદાર લીડર છે

જ્યારે રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું ત્યારે યુવરાજ સિંહ ભારતીય ટીમનો સિનિયર ખેલાડી હતો. યુવરાજ સિંહે એક દાયકાથી વધુ સમય સુધી રોહિત શર્મા સાથે ક્રિકેટ રમ્યું અને જૂન 2019માં યુવીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.

ભારતીય કેપ્ટનની પ્રશંસા કરતા યુવીએ કહ્યું કે, તે તેને વર્લ્ડ કપ ટ્રોફી જીતતા જોવા માંગે છે. ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું, “રોહિત શર્મા દિલથી ઘણો સારો છે. તેને ગમે તેટલી સફળતા મળી, તે વ્યક્તિગત રીતે બદલાયો નથી. રોહિત શર્મા વિશે આ સૌથી સારી વાત છે. મજાક મસ્તી કરતો વ્યક્તિ જે દરેકને ખુશ રાખવા માંગે છે. તે એક શાનદાર લીડર અને ક્રિકેટમાં મારા સૌથી નજીકના મિત્રોમાંથી એક છે. હું રોહિત શર્માને વર્લ્ડ કપ ટ્રોફી જીતતો જોવા માંગુ છું. તે તેનો હકદાર છે.”

ભારતીય કેપ્ટન પાસેથી જીતની અપેક્ષા

રોહિત શર્માને 2024 T20 વર્લ્ડ કપ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ભારતીય કેપ્ટન તરીકે રોહિત શર્માનો આ બીજો T20 વર્લ્ડ કપ હશે. ભારતીય ચાહકોને આશા છે કે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ ટ્રોફીના દુષ્કાળને ખતમ કરવામાં સફળ રહેશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ 2022 T20 વર્લ્ડ કપની સેમિફાઈનલ સુધી પહોંચી હતી.

આ સમાચાર શેર કરો