IPL 2025 / શુભમન ગિલ છોડી દેશે ગુજરાત ટાઈટન્સની કેપ્ટન્સી? ફ્રેન્ચાઈઝીની ટ્વીટથી શરૂ થઈ અટકળો
આ દિવસોમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ પ્રવાસમાં શુભમન ગિલ પણ ટીમ ઈન્ડિયાનો ભાગ છે,

આ દિવસોમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ પ્રવાસમાં શુભમન ગિલ પણ ટીમ ઈન્ડિયાનો ભાગ છે, તેને 2 મેચમાં રમવાની તક મળી હતી, પરંતુ પછી ગિલને ચોથી મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જ્યારે IPL 2024માં ગિલ ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો હતો. હવે IPL 2025માં ટીમના નવા કેપ્ટનને લઈને અટકળો ચાલી રહી છે. નવા વર્ષ પર ફ્રેન્ચાઈઝીની ટ્વીટ સામે આવ્યા બાદ આ અટકળો લગાવવામાં આવી રહી છે. કારણ કે ફ્રેન્ચાઈઝીની આ ટ્વીટમાં શુભમન ગિલ નહીં પરંતુ અન્ય એક ખેલાડી દેખાઈ રહ્યો છે.
આ પણ વાંચો: VIDEO / વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે ઓસ્ટ્રેલિયામાં કરી નવા વર્ષની ઉજવણી
શું ગિલ નવી સિઝનમાં કેપ્ટન નહીં બને?
શુભમન ગિલ IPL 2024માં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો હતો. જોકે ગયા વર્ષે ટીમનું પ્રદર્શન કંઈ ખાસ નહતું રહ્યું. હવે નવા વર્ષ નિમિત્તે ગુજરાત ટાઈટન્સના X એકાઉન્ટ પર એક પોસ્ટ આવી છે. આ પોસ્ટમાં શુભમન ગિલ નહીં પણ રાશિદ ખાન જોવા મળે છે. IPL 2025ના મેગા ઓક્શન પહેલા, ગુજરાતે રાશિદ માટે સૌથી વધુ 18 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ સિવાય શુભમન ગિલને 16.50 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો. હવે ગુજરાત ટાઈટન્સની નવી પોસ્ટ પરથી કેપ્ટનશિપમાં ફેરફારને લઈને અનેક અટકળો ચાલી રહી છે.
હાર્દિક બાદ ગિલ કેપ્ટન બન્યો હતો
2024ના ઓક્શન પહેલા, હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયો હતો. જે બાદ હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હાર્દિકની વિદાય બાદ શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ગુજરાત ટાઈટન્સે રિટેન કરેલા ખેલાડી
- રાશિદ ખાન - 18 કરોડ રૂપિયા
- શુભમન ગિલ - 16.50 કરોડ રૂપિયા
- સાઈ સુદર્શન - 8.50 કરોડ રૂપિયા
- શાહરૂખ ખાન - 4 કરોડ રૂપિયા
- રાહુલ તેવટિયા - 4 કરોડ રૂપિયા






