મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2025: રોહિત શર્મા લખનૌનો નહીં પણ આ ટીમનો કેપ્ટન! જાણો શું કહ્યું - એબી ડી વિલિયર્સે

2024માં IPL દરમિયાન રોહિત શર્મા ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે રોહિતને કેપ્ટનશિપ પર

IPL 2025: રોહિત શર્મા લખનૌનો નહીં પણ આ ટીમનો કેપ્ટન! જાણો શું કહ્યું - એબી ડી વિલિયર્સે

2024માં IPL દરમિયાન રોહિત શર્મા ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે રોહિતને કેપ્ટનશિપ પરથી હટાવી દીધો હતો. તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સમાચાર આવવા લાગ્યા હતા કે હિટમેન આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ છોડી દેશે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રોહિત શર્માના RCBમાં આવવા અંગે મોટી વાત કહી.

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, રોહિત શર્મા IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ હશે, પરંતુ એબી ડી વિલિયર્સ આ મામલે નવો વળાંક લઈને આવ્યો છે. તો ચાલો જાણીએ રોહિત પર ડી વિલિયર્સનું શું કહેવું છે.

પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતી વખતે ડી વિલિયર્સે કહ્યું, "હું રોહિતની વાત પર લગભગ હસ્યો હતો. જો રોહિત મુંબઈથી RCBમાં જાય છે, તો તે એક મોટા સમાચાર હશે. કલ્પના કરો કે હેડલાઇન શું હશે? આ હાર્દિકના જવા કરતાં પણ મોટા સમાચાર છે. "હાર્દિક ગુજરાતથી પાછો આવ્યો, તે કોઈ મોટું આશ્ચર્ય નથી, પરંતુ મને નથી લાગતું કે, રોહિત મુંબઈ ઇન્ડિયન્સ છોડી દેશે."

ફાફ ડુ પ્લેસિસ બનશે બેંગલુરુનો કેપ્ટન?

ફાફ ડુ પ્લેસિસ 2024માં RCBની કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો હતો. હાલમાં ડુ પ્લેસિસ 40 વર્ષનો છે. વધતી જતી ઉંમર તેને RCBની કેપ્ટનશિપથી દૂર રાખી રહી છે. આ દરમિયાન ડી વિલિયર્સે ડુ પ્લેસિસનું સમર્થન કર્યું અને કહ્યું, "ઉંમર માત્ર એક સંખ્યા છે. મને નથી લાગતું કે 40 વર્ષનો થવું એ કોઈ સમસ્યા હશે. તે છેલ્લી કેટલીક સિઝનથી ટીમમાં છે અને ખેલાડીઓ તેના માટે ટેવાયેલા છે. મને લાગે છે કે, તેના પર આરસીબી માટે ટ્રોફી ન જીતવાનું દબાણ છે, મને લાગે છે કે, કોહલી તેના અનુભવી સાથીનો સાથ આપશે.

આ સમાચાર શેર કરો