IND vs NZ / રિષભ પંત પુણે ટેસ્ટ રમશે કે નહીં? ગૌતમ ગંભીરના આ નિવેદનથી થયું સ્પષ્ટ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ આવતીકાલ અટેલે કે 24 ઓક્ટોબરથી પુણેમાં શરૂ થ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ આવતીકાલ અટેલે કે 24 ઓક્ટોબરથી પુણેમાં શરૂ થઈ રહી છે. પ્રથમ ટેસ્ટમાં 8 વિકેટથી હારનારી ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ઘણા ફેરફાર થવાની શક્યતા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રિષભ પંત મેચ રમશે કે નહીં. ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે આ અંગે સ્પષ્ટ જવાબ આપ્યો છે.
પંત પ્લેઈંગ ઈલેવનમાં હશે કે નહીં?
પુણે ટેસ્ટ શરૂ થવાના એક દિવસ પહેલા જ ગૌતમ ગંભીરે રિષભ પંતના રમવા અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ગંભીરે કહ્યું છે કે, પંત ઈજામાંથી સાજો થઈ ગયો છે અને બીજી ટેસ્ટ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ગંભીરના આ નિવેદન બાદ હવે એ નક્કી થઈ ગયું છે કે પંત પુણે ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે.
ઘૂંટણ પર વાગ્યો હતો બોલ
બેંગ્લોર ટેસ્ટમાં વિકેટ કીપિંગ દરમિયાન રિષભ પંતને તે જ ઘૂંટણમાં ઈજા થઈ હતી જેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જાડેજાનો બોલ પંતના ઘૂંટણમાં વાગ્યો હતો જેના કારણે તેના ઘૂંટણમાં સોજો આવી ગયો હતો અને તેણે વિકેટ કીપિંગ છોડી દેવી પડી હતી. પંત ઈજાગ્રસ્ત થયા બાદ ધ્રુવ જુરેલે મેચમાં વિકેટ કીપિંગ કરી હતી.
પ્રથમ ટેસ્ટમાં પંતે શાનદાર ઈનિંગ રમી હતી
રિષભ પંતને ટેસ્ટ ક્રિકેટ સ્પેશિયલિસ્ટ માનવામાં આવે છે. બેંગ્લોર ટેસ્ટમાં ઈજા છતાં તેણે આ સાબિત કર્યું હતું. ઈજાગ્રસ્ત પંતે બીજી ઈનિંગમાં શાનદાર 99 રન બનાવ્યા હતા. નિરાશાજનક રીતે, તે તેની સદી પૂરી કરી શક્યો નહીં પરંતુ તેની ઈનિંગ્સના કારણે, ભારત ઈનિંગથી હાર ટાળી શક્યું હતું.






