શું મનુ ભાકર અને નીરજ ચોપરા ખરેખર લગ્ન કરશે? શૂટરના પિતાએ અફવાઓ પર તોડ્યું મૌન
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં મનુ ભાકર અને ન

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં મનુ ભાકર અને નીરજ ચોપરા એકસાથે જોવા મળ્યા હતા, જ્યારે મનુ ભાકરની માતા અને નીરજ વચ્ચેની વાતચીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ જોઈને લોકો નીરજ અને મનુના લગ્નની વાતો કરવા લાગ્યા. લોકોએ તેમના લગ્ન વિશે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરી હતી. હવે તેમના લગ્નની અફવાઓ વચ્ચે મનુ ભાકરના પિતાએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. એક અહેવાલ મુજબ, મનુના પિતાએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓને ખોટી ગણાવી છે. મનુના પિતા રામ કિશને આ વિશે કહ્યું, "મનુ હજુ ઘણી નાની છે... તે લગ્નની ઉંમરની પણ નથી. અમે હજુ સુધી તેના વિશે વિચાર્યું પણ નથી."
આ સિવાય પોતાની પત્ની અને નીરજ ચોપડાના વાયરલ વીડિયો પર ટિપ્પણી કરતા રામ કિશને કહ્યું કે, “મનુની માતા નીરજને તેના દીકરાની જેમ જ માને છે”. તો બીજી તરફ નીરજ ચોપરાના કાકાએ પણ પરિસ્થિતિ વિશે ખુલીને વાત કરી. તેમણે કહ્યું, "જેમ નીરજે મેડલ જીત્યો, આખા દેશને તેની ખબર પડી ગઈ... તેવી જ રીતે, જ્યારે તે લગ્ન કરશે ત્યારે બધાને ખબર પડશે."
મનુ ભાકર અને નીરજ ચોપરા હરિયાણાના છે. જ્યારે મનુ ઇતિહાસમાં સૌથી સફળ ભારતીય મહિલા શૂટર છે, જ્યારે નીરજ ભારતનો જેવલિન થ્રોઅર સ્ટાર છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ વખતે નીરજને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મળ્યો હતો. જ્યારે મનુએ શૂટિંગમાં કમાલ કરી બતાવ્યું અને બે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. મનુ ભાકરે સૌપ્રથમ 10 મીટર ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને કમાલ કર્યું અને પછી સરબજોત સિંહ સાથે મળીને મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો.
પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર એથ્લેટ્સ
નીરજ ચોપરા (એથ્લેટિક્સ) - સિલ્વર મેડલ
મનુ ભાકર (શૂટિંગ) - બ્રોન્ઝ મેડલ
અમન સેહરાવત (કુસ્તી) - બ્રોન્ઝ મેડલ
ભારતીય પુરૂષ હોકી ટીમ - બ્રોન્ઝ મેડલ
સ્વપ્નિલ કુસાલે (શૂટિંગ) - બ્રોન્ઝ મેડલ
મનુ ભાકર-સરબજોત સિંહ (શૂટિંગ) - બ્રોન્ઝ મેડલ






