મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શું ધોની IPL 2025 રમશે?, CSKના CEOએ આપ્યું મોટું અપડેટ

એક બાજુ IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની સફર પૂરી થઈ ગઈ છે. બીજી બાજુ ધોનીના સંન્યાસને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. એવું

શું ધોની IPL 2025 રમશે?, CSKના CEOએ આપ્યું મોટું અપડેટ

એક બાજુ IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની સફર પૂરી થઈ ગઈ છે. બીજી બાજુ  ધોનીના સંન્યાસને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. એવું માનવામાં આવતું હતું કે આ ધોનીની છેલ્લી IPL સિઝન છે, પરંતુ તે દરમિયાન CSKના CEO કાશી વિશ્વનાથને ધોનીની ભવિષ્યના પ્લાન અંગે પોતાનું મૌન તોડ્યું છે. 

ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું કે, મને આ પ્રશ્નનો જવાબ ખબર નથી. આ પ્રશ્નનો જવાબ માત્ર એમએસ ધોની જ આપી શકે છે. હું હંમેશા ધોની દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું સન્માન કરું છું, અને અમે બધું તેમના પર છોડી દીધું છે. જોકે અમને ઘણી આશા છે, કે તે આવતાં વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમશે. આ ફેન્સની ઈચ્છા પણ છે અને મારી પણ.

17મી સીઝનની શરૂઆત પહેલા ધોનીએ કેપ્ટનશિપ છોડી દીધી

તમને જણાવી દઈએ કે, IPLની 17મી સીઝનની શરૂઆત પહેલા ધોનીએ CSKની કેપ્ટન્સી છોડી દીધી હતી. અને તેની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને CSKનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ઋતુરાજની કેપ્ટનશીપમાં CSKની ટીમ પ્લેઓફમાં ન પહોંચી શકી. તેમની છેલ્લી લીગ મેચમાં CSKનો RCB સામે પરાજય થયો અને CSKની ટુર્નામેન્ટની સફર ખતમ થઈ ગઈ. 

આ સમાચાર શેર કરો