મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

બુમરાહને IPLમાંથી ટી-20 વર્લ્ડકપ માટે આપવામાં આવશે આરામ?, મુંબઈના કોચે આપ્યો જવાબ

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ IPL પ્લેઓફની રેસમાંથી બહાર થઈ છે. તેમ છતાં ટીમ પોતાના મુખ્ય ખેલાડીઓ ખા

બુમરાહને IPLમાંથી ટી-20 વર્લ્ડકપ માટે આપવામાં આવશે આરામ?, મુંબઈના કોચે આપ્યો જવાબ

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ IPL પ્લેઓફની રેસમાંથી બહાર થઈ છે. તેમ છતાં ટીમ પોતાના મુખ્ય ખેલાડીઓ ખાસ કરીને જસપ્રીત બુમરાહને વિરામ આપવા વિશે વિચારી રહી નથી. મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ કાયરન પોલાર્ડે કહ્યું કે, ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને વિરામ આપવાનો કોઈ ઈરાદો નથી. જસપ્રીત બુમરાહ અત્યારે ફૂલ ફોર્મમાં છે. તેણે IPL 2024માં સૌથી વધુ 17 વિકેટ લીધી છે.

મુંબઈ ઈન્ડિયન્સે સોમવારે સનરાઈઝર્સ હૈદરાબાદને સાત વિકેટથી હરાવ્યું. જેમાં સૂર્યકુમાર યાદવે IPLમાં બીજી સદી ફટકારી. મુંબઈની આ 12 મેચમાં ચોથી જ જીતી હતી. ટી20 વર્લ્ડ કપને જોતાં બુમરાહને આરામ આપવાના સવાલ પર પોલાર્ડે કહ્યું, અમે આ મુદ્દે કોઈ વાત કરી નથી. મને નથી લાગતુ કે આ મારુ કામ છે પરંતુ જોઈએ છીએ શું થાય છે. અમે બધા અહીં આખી IPL રમવા માટે આવ્યા છીએ. અમારુ લક્ષ્ય IPL પૂરી કરવાનું છે. 

મુંબઈએ માત્ર 4 મેચમાં જ જીતનો સ્વાદ ચાખ્યો

તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. જેના પગલે પોઈન્ટ ટેબલમાં તળિયા પર છે. અત્યાર સુધીમાં માત્ર 4 મેચમાં જ જીતનો સ્વાદ ચાખ્યો છે.

આ સમાચાર શેર કરો