VIDEO: DC vs MI / કેપ્ટન હાર્દિક પંડ્યા કેમ બહાર થયો? ટોસ પર સૂર્યકુમાર યાદવે કરી સ્પષ્ટતા
દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPLની 19મી સિઝનની લીગ સ્ટેજની 8મી મેચ અરુણ જેટલી સ્ટેડિ

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPLની 19મી સિઝનની લીગ સ્ટેજની 8મી મેચ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં દિલ્હી કેપિટલ્સ કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર કર્યા છે, જેમાં નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી. દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરી રહેલા સૂર્યકુમાર યાદવે ટોસ પર હાર્દિક પંડ્યાના બહાર રહેવા પાછળનું કારણ જણાવ્યું હતું.
હાર્દિકની તબિયત સારી નથી
જ્યારે દિલ્હી કેપિટલ્સ સામે ટોસમાં હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવ આવ્યો ત્યારે બધા થોડા સમય માટે ચોંકી ગયા હતા. હાર્દિકની ગેરહાજરી અંગે સૂર્યાએ કહ્યું કે, "હાર્દિક સ્વસ્થ નથી અને આજની મેચ રમવા માટે સંપૂર્ણપણે ફિટ નથી. તેથી તેને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હું તેના સ્થાને કેપ્ટનશિપ સંભાળી રહ્યો છું. જીત સાથે સિઝનની શરૂઆત કરીને અમે ખૂબ ખુશ છીએ, તેનાથી ટીમને સકારાત્મક રીતે આગળ વધે છે. પિચ બેટિંગ માટે ખૂબ સારી લાગે છે. અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા. પ્લેઇંગ ઈલેવનમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં હાર્દિકની જગ્યાએ દીપક ચહર, જ્યારે બોલ્ટની જગ્યાએ કોર્બિન બોશનો અને અલ્લાહ ગઝનફરની જગ્યાએ મિચેલ સેન્ટનરનો સમાવેશ કરવામાં આવ્યો છે."
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઇન્ડિયન્સ - રોહિત શર્મા, રયાન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નમન ધીર, શેરફેન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, કોર્બિન બોશ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, જસપ્રીત બુમરાહ.
દિલ્હી કેપિટલ્સ - કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસન્કા, નીતિશ રાણા, વિપરાજ નિગમ, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, કુલદીપ યાદવ, લુંગી ન્ગીડી, ટી નટરાજન, મુકેશ કુમાર.
મુંબઈ ઈન્ડિયન્સનો દિલ્હી સામે રેકોર્ડ
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો દિલ્હી કેપિટલ્સ સામે રેકોર્ડ સારો છે, તેણે કુલ 37 મેચ રમી છે, જેમાંથી 21 મેચ જીતી છે અને 16 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગઈ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે બંને મેચ જીતી હતી.








