વિરાટ કોહલીની દરિયાદિલી, જૂનિયરોને બેટ આપવાનું રાઝઃ જાણો તેના બેટની કિંમત
વિરાટ કોહલી ઘણીવાર મેદાન પર પોતાના જુનિયરોને મેચમાં ફિલ્ડિંગ અને બેટિંગની ટિપ્સ આપતો જોવા મળે છે. તેનું વર્તન જૂનિ

વિરાટ કોહલી ઘણીવાર મેદાન પર પોતાના જુનિયરોને મેચમાં ફિલ્ડિંગ અને બેટિંગની ટિપ્સ આપતો જોવા મળે છે. તેનું વર્તન જૂનિયરો સાથે ખૂબ જ સારું છે, પછી તે તેની ટીમ હોય કે વિરોધી ટીમ. જો કે, આ દિવસોમાં વિરાટ યુવાનોને ટિપ્સ સાથે બેટ આપતા જોવા મળ્યો છે. જૂનિયરોને પ્રોત્સાહન આપવા બેટ આપે છે.
જણાવી દઈએ કે કોહલી પોતાના કલેક્શનમાંથી યુવા ક્રિકેટરોને બેટ ભેટ આપે છે. સ્પષ્ટ છે કે વિરાટ ખેલાડીઓને જે બેટ આપે છે તેનાથી તેઓ રમતા હશે. નોંધનીય છે કે કોહલી જે બેટથી રમે છે તે શ્રેષ્ઠ બેટ હોવા ઉપરાંત તેની કિંમત પણ વધુ હશે.
વિરાટના બેટની કિંમત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ ઈંગ્લિશ ડી ગ્રેડના બેટનો ઉપયોગ કરે છે. વિરાટ કોહલીના બેટના વજનની વાત કરીએ તો તે 1.23 કિલોનું હોય છે. તે બેટની કિંમત 17થી 23 હજાર રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. જોકે બેટની કિંમત અપ ડાઉન હોઈ શકે છે. પરંતુ બેટની કિંમત તેના પરના ગ્રેનની કિંમત નક્કી હોય છે. એ જેટલું વધારે તેટલું બેટ મોંઘું હોય છે.
જણાવી દઈએ કે, IPL 2024 માં એક મેચ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ પછી કિંગ કોહલીએ KKRના સ્ટાર ખેલાડી રિંકુ સિંહને પોતાનું બેટ આપ્યું. જોકે તે બેટ રિંકુએ તોડી નાખ્યું હતું. બેટ તૂટ્યા બાદ રિંકુ ફરી કોહલી પાસે બેટ માંગવા ગયો હતો. રિંકુ દ્વારા બેટ માંગવાનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. તાજેતરમાં કોહલીએ બાંગ્લાદેશ સામે આકાશ દીપને પોતાનું બેટ આપ્યું હતું.






