મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

400 રનનો રેકોર્ડ કોણ તોડશે?, વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ આ ક્રિકેટરોના નામ લીધા

ક્રિકેટની દુનિયામાં રોજબરોજ અનેક રેકોર્ડ બને છે અને અનેક તૂટે છે પરંતુ અમુક રેકોર્ડ તોડવા લગભગ અસંભવ બની રહ્

400 રનનો રેકોર્ડ કોણ તોડશે?, વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ આ ક્રિકેટરોના નામ લીધા

ક્રિકેટની દુનિયામાં રોજબરોજ અનેક રેકોર્ડ બને છે અને અનેક તૂટે છે પરંતુ અમુક રેકોર્ડ તોડવા લગભગ અસંભવ બની રહ્યાં છે તેમાંથી એક છે એક જ ઈનિંગમાં એક જ ખેલાડીએ 400 રન કરવા. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ બ્રાયન લારાના નામે છે. વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેને ઈંગ્લેન્ડ સામે 400 રન ફટકારીને સુવર્ણ ઈતિહાસ લખી દીધો હતો. 

2004માં લારાએ ઈંગ્લેન્ડ સામે 400 રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી

1994માં લારાએ ઈંગ્લેન્ડ સામે 375 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ રેકોર્ડ લગભગ 10 વર્ષ બાદ તૂટ્યો હતો જ્યારે મેથ્યુ હેડને ઝિમ્બાબ્વે સામે 380 રન બનાવ્યા હતા. જોકે ફરી 2004માં લારાએ સેન્ટ જોન્સ ખાતે ઈંગ્લેન્ડ સામે 400 રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ટેસ્ટ બેટ્સમેન બન્યો હતો. મહત્વની વાત એ છે કે 20 વર્ષ બાદ આજદિન સુધી આ રેકોર્ડ અકબંધ છે.

બે દસકા સુધી આ રેકોર્ડ અડીખમ ઉભો છે. જોકે આ રેકોર્ડ કોણ તોડી શકે છે અને ક્યારે, તે અંગે ક્રિકેટરસિકોમાં ભારે ચર્ચા થતી રહેતી હોય છે. જોકે હવે આ સવાલનો જવાબ રેકોર્ડ બનાવનાર ખેલાડીએ જ આપી દીધો છે અને સંભવિત ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. 

જયસ્વાલ, ગિલ મારો રેકોર્ડ તોડી શકે છે - લારા

બ્રાયન લારાને પૂછવામાં આવ્યું કે આજના જમાવામાં એવા કયા ખેલાડી છે જે તેમનો આ રેકોર્ડ તોડી શકે છે. ડેઈલી મેલને લારાએ એક નિવેદનમાં જણાવ્યું કે, 'મારા સમયમાં એવા ઘણા ખેલાડીઓ હતા જેમણે મને પડકાર આપ્યો હતો. વીરેન્દ્ર સેહવાગ, ક્રિસ ગેલ, ઈન્ઝમામ-ઉલ-હક, સનથ જયસૂર્યા સહિતના ખેલાડીઓએ 300 રનનો આંકડો પણ પાર કર્યો હતો. આ તમામ આક્રમક ખેલાડીઓ હતા. આજના જમાનામાં જોઈએ તો કેટલા આક્રમક ખેલાડીઓ રમી રહ્યાં છે? ઈંગ્લેન્ડની ટીમમાં ખાસ કરીને જેક ક્રોલી અને હેરી બ્રુક. ભારતીય ટીમમાંથી કદાચ યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલને જો યોગ્ય પરિસ્થિતિઓ મળશે તો મારો રેકોર્ડ તોડી શકે છે.

આ સમાચાર શેર કરો