મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

BCCIમાં કોણે લીધું જય શાહનું સ્થાન? બોર્ડ પ્રમુખે ભૂતપૂર્વ ક્રિકેટરને બનાવ્યા નવા સચિવ

BCCIના પ્રમુખ રોજર બિન્નીએ દેવજીત સૈકિયાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કાર્યકારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે જય શાહનુ

BCCIમાં કોણે લીધું જય શાહનું સ્થાન? બોર્ડ પ્રમુખે ભૂતપૂર્વ ક્રિકેટરને બનાવ્યા નવા સચિવ

BCCIના પ્રમુખ રોજર બિન્નીએ દેવજીત સૈકિયાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કાર્યકારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે જય શાહનું સ્થાન લીધું છે, જેમણે 1 ડિસેમ્બરથી ICCના નવા અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. જ્યાં સુધી સચિવ પદ પર કાયમી ધોરણે કોઈની નિમણૂક ન થાય ત્યાં સુધી સૈકિયા સચિવ પદ પર રહેશે. તમને જણાવી દઈએ કે જય શાહ વર્ષ 2019થી BCCIના સચિવ પદ પર હતા, પરંતુ હવે બિન્નીએ પોતાની બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને આ પદ દેવજીત સૈકિયાને સોંપી દીધું છે.

આ પણ વાંચો: દિલ્હી કેપિટલ્સના હેડ કોચ રિષભ પંત વિશે ખોટું બોલ્યા? ટીમના માલિક પાર્થ જિંદાલે કહી આ વાત

રોજર બિન્નીએ જાહેરાત કરતા કહ્યું, "સંજોગોને જોતા અને BCCIના નિયમો હેઠળ, કાયમી નિમણૂક ન થાય ત્યાં સુધી હું તમને સચિવ પદનો ચાર્જ સોંપી રહ્યો છું. મને વિશ્વાસ છે કે તમે તમારી ક્ષમતા સાથે ફરજો નિભાવશો." સૈકિયા આવતા વર્ષે સપ્ટેમ્બર સુધી કાર્યકારી સચિવરહેશે. તમને જણાવી દઈએ કે BCCIએ સચિવની જગ્યા ખાલી થયાના 45 દિવસની અંદર નવી નિમણૂક કરવી પડશે, તેથી હાલમાં દેવજીત સૈકિયાને કાર્યકારી સચિવ બનાવવામાં આવ્યા છે.

કોણ છે દેવજીત સૈકિયા?

દેવજીત સૈકિયા ભારતમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહી ચૂક્યા છે અને તેમની પાસે ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનનો પણ અનુભવ છે. તેઓ આસામથી આવે છે અને તેમણે રણજી ટ્રોફીમાં પણ પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. સૈકિયા પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન વિકેટકીપર અને મિડલ ઓર્ડર બેટ્સમેનની ભૂમિકા ભજવતા હતા. તેઓ વર્ષ 2022થી BCCIના સંયુક્ત સચિવ છે અને જય શાહના નેતૃત્વમાં ઘણા મોટા કામો કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આ સિવાય સૈકિયા મે 2023થી ગુવાહાટી સ્પોર્ટ્સ એસોસિએશન (GSA) ના જનરલ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા છે. તેમણે તેમની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં આસામ માટે માત્ર 4 મેચ રમી જેમાં તેમણે 53 રન બનાવ્યા હતા. વિકેટકીપરની ભૂમિકામાં તેમણે 8 કેચ લીધા અને એક બેટ્સમેનને સ્ટમ્પ પણ કર્યો હતો.

આ સમાચાર શેર કરો