મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

દિલ્હી કેપિટલ્સના હેડ કોચ રિષભ પંત વિશે ખોટું બોલ્યા? ટીમના માલિક પાર્થ જિંદાલે કહી આ વાત

હેમાંગ બદાનીએ IPL 2025 માટે દિલ્હી કેપિટલ્સના હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળી છે. તેણે રિકી પોન્ટિંગની જગ્

દિલ્હી કેપિટલ્સના હેડ કોચ રિષભ પંત વિશે ખોટું બોલ્યા? ટીમના માલિક પાર્થ જિંદાલે કહી આ વાત

હેમાંગ બદાનીએ IPL 2025 માટે દિલ્હી કેપિટલ્સના હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળી છે. તેણે રિકી પોન્ટિંગની જગ્યા લીધી છે. દિલ્હીના નવા કોચે રિષભ પંત વિશે તાજેતરમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, તેણે આરોપ લગાવ્યો હતો કે ફ્રેન્ચાઇઝી રિષભ પંતને રિટેન કરવા માંગતી હતી, પરંતુ પંત પોતે મેગા ઓક્શનમાં જવા માંગતો હતો. તેને લાગ્યું કે તેની માર્કેટ વેલ્યુ વધારે છે, તેથી તેણે ટીમ છોડી દીધી. હવે તેનું નિવેદન ખોટું સાબિત થતું જણાય છે. કારણ કે ફ્રેન્ચાઈઝીના માલિક પાર્થ જિંદાલે તેની વાતથી બિલકુલ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો: 'પંતને અમારી ઓફર કરતાં વધુ નાણા...', ગાવસ્કરની વાતને સપોર્ટ કરતા દિલ્હી કેપિટલ્સના દિગ્ગજે કર્યો ખુલાસો

પંતના રિટેન્શન પર પાર્થ જિંદાલે શું કહ્યું?

IPL 2025 માટે ખેલાડીઓ માટે બિડિંગ 24 અને 25 નવેમ્બરના રોજ જેદ્દાહ, સાઉદી અરેબિયામાં યોજાઈ હતી. મેગા ઓક્શન પૂર્ણ થયા પછી, ફ્રેન્ચાઇઝીના માલિક પાર્થ જિંદાલે પંતને ટીમમાં પાછો સામેલ ન કરી શકવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. તેણે રિટેન ન કરવાના નિર્ણય અંગે પણ વાત કરી હતી. એક ઇન્ટરવ્યુમાં પાર્થ જિંદાલે ખુલાસો કર્યો હતો કે પંતના દિલ્હી છોડવાના નિર્ણયને પૈસા સાથે કોઈ લેવાદેવા નથી. તેણે કહ્યું હતું કે 'રિષભ કે અમારા માટે પૈસા ક્યારેય સમસ્યા નથી. અમે ફક્ત જુદા જુદા રસ્તાઓ પર હતા.'

જિંદાલે એમ પણ કહ્યું હતું કે તે કોઈપણ કિંમતે પંતને રિટેન કરવા માંગતા હતા. બંને વચ્ચે ઘણી વાતો થઈ પરંતુ ટીમના સંચાલન પર કોઈ સહમતિ થઈ શકી નહીં. તેથી જ તેને રિટેન કરવામાં આવ્યો. ટીમના હેડ કોચ અને માલિકે બે અલગ-અલગ વાત કહી છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે હેડ કોચ હેમાંગ બદાની પંત પર ખોટા આરોપો લગાવી રહ્યો છે.

પંતને પાછો ખરીદવાનો પ્રયાસ કર્યો હતો

IPL મેગા ઓક્શન દરમિયાન, 577 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 182 ખેલાડીઓને 10 અલગ-અલગ ટીમોએ ખરીદ્યા હતા. દિલ્હીના ફેન્સને આશા હતી કે આ સમય દરમિયાન રિષભ પંતને રાઈટ ટુ મેચ કાર્ડ દ્વારા પાછો ખરીદવામાં આવશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. જોકે, દિલ્હીએ આ માટે ચોક્કસ પ્રયાસ કર્યો હતો. જ્યારે લખનૌની ટીમે તેના માટે 20.25 કરોડ રૂપિયાની બોલી લગાવી ત્યારે પાર્થ જિંદાલે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો. આ પછી લખનૌએ બોલી વધારીને 27 કરોડ રૂપિયા કરી દીધી. દિલ્હીના પર્સમાં ઓછા પૈસા હોવાથી પંતને ન ખરીદ્યો. જિંદાલે કહ્યું હતું કે તેઓ પંતને 22-23 કરોડ રૂપિયા આપવા તૈયાર હતા. તમને જણાવી દઈએ કે પંત IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

આ સમાચાર શેર કરો