મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

'પંતને અમારી ઓફર કરતાં વધુ નાણા...', ગાવસ્કરની વાતને સપોર્ટ કરતા દિલ્હી કેપિટલ્સના દિગ્ગજે કર્યો ખુલાસો

IPLના મેગા ઓક્શનમાં પંતને લખનૌ સુપર જાયન્ટ્સે નવો કીર્તિમાન સ્થાપિત કરતા 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગાવસ્કરે

'પંતને અમારી ઓફર કરતાં વધુ નાણા...', ગાવસ્કરની વાતને સપોર્ટ કરતા દિલ્હી કેપિટલ્સના દિગ્ગજે કર્યો ખુલાસો

IPLના મેગા ઓક્શનમાં પંતને લખનૌ સુપર જાયન્ટ્સે નવો કીર્તિમાન સ્થાપિત કરતા 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગાવસ્કરે અગાઉ કોમેન્ટ કરી હતી કે, પંતે વધુ નાણા કમાવા માટે દિલ્હી કેપિટલ્સ સાથે છેડો ફાડયો હતો. પંતે જાહેરમાં ગાવસ્કરને ખોટા ઠેરવતા કોમેન્ટ કરી હતી કે, મેં માત્ર નાણા માટે દિલ્હી કેપિટલ્સની ટીમ નથી છોડી. જોકે હાલમાં દિલ્હી કેપિટલ્સ ટીમના કોચ હેમાંગ બદાણીએ ગાવસ્કરની કોમેન્ટને સમર્થન આપતાં કહ્યું છે કે, પંતે વધુ નાણા કમાવાના ઈરાદાથી જ દિલ્હી કેપિટલ્સ સાથે છેડો ફાડ્યો હતો.

આ પણ વાંચો: IND vs AUS / ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી એડિલેડ ટેસ્ટ, સિરીઝ 1-1થી બરાબર

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર એસ.બદ્રીનાથની યૂટ્યુબ ચેનલ પર ઇન્ટરવ્યુમાં હેમાંગ બદાણીએ કહ્યું કે, 'પંત રિટેન થવા માંગતો નહતો. (તેને રિટેન થવા બદલ રૂપિયા 18 કરોડ મળે તેમ હતા) તેણે ખુદ કહ્યું કે, હું ઓક્શનમાં ઉતરવા માંગુ છું અને માર્કેટને ચકાસવા ઈચ્છું છું. જ્યારે ફ્રેન્ચાઈઝી ખેલાડીને રિટેન કરવા ઈચ્છે તો બંને પક્ષકારો કેટલાક મુદ્દે સહમત હોવા જરૂરી હોય છે. અમે તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, મેનેજમેન્ટે તેની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો, ઘણા બધા ફોન કોલ્સ કર્યાં અને ટેક્સ્ટ મેસેજની આપ-લે થઈ હતી. જોકે, પંતને અમારી ઓફર કરતાં વધુ નાણા જોઈતા હતા.'

પંતને પોતાની કિંમત વધુ આંકી

બદાણીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'અમને ત્યારે પંતે કહ્યું હતું કે, મને લાગે છે કે, જો હું ઓક્શનમાં ભાગ લઈશ તો મને રિટેન થનારા ટોચના ખેલાડીને જેટલી રકમ મળે છે, તેના કરતાં ઘણી વધુ રકમ મળશે. તેને લાગતું હતું કે, તેનું મૂલ્ય 18 કરોડ રૂપિયા કરતાં વધુ છે અને માર્કેટે પણ તે સાબિત કર્યું હતું. અમને તેની ખોટ પડશે, પણ જિંદગી આમ જ આગળ વધે છે.'

આ સમાચાર શેર કરો