મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 World Cup / આજે આયરલેન્ડ સામે ટકરાશે ભારતીય ટીમ, જાણો ક્યારે અને ક્યાં જોવા મળશે લાઈવ મેચ

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત આયર્લેન્ડ સામે કરશે. બંને વચ્ચેની આ મેચ આજે એટલે કે બુધવા

T20 World Cup / આજે આયરલેન્ડ સામે ટકરાશે ભારતીય ટીમ, જાણો ક્યારે અને ક્યાં જોવા મળશે લાઈવ મેચ

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત આયર્લેન્ડ સામે કરશે. બંને વચ્ચેની આ મેચ આજે એટલે કે બુધવાર, 05 જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ન્યૂયોર્કના સ્થાનિક સમય અનુસાર સવારે 10.30 વાગ્યે શરૂ થશે. પરંતુ ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ભારતમાં ક્યારે અને ક્યાં લાઈવ જોવા મળશે? 

મેચ ક્યાં રમાશે?

ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ 2024ની 8મી મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારતમાં ક્યારે લાઈવ જોઈ શકાશે?

ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ 2024ની 8મી મેચ બુધવાર, 05 જૂનના રોજ રમાશે. ન્યૂયોર્કના સ્થાનિક સમય અનુસાર મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે. પરંતુ, ભારતમાં આ મેચ 05 જૂને રાત્રે 8 વાગ્યે જોવા મળશે. એટલે કે ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કમાં સવારે મેચ રમશે, પરંતુ ભારતમાં ટીમના ફેન્સ તેને રાત્રે જોઈ શકશે.

લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી મેચનું ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. આ સિવાય OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર મેચનું ફ્રી લાઈવ સ્ટ્રીમિંગ જોવા મળશે.

T20 વર્લ્ડ 2024 કપમાં ભારતીય ટીમનું શેડ્યૂલ

05 જૂને આયર્લેન્ડ સામે પ્રથમ મેચ રમ્યા બાદ ટીમ ઈન્ડિયાની બીજી મેચ 09 જૂન, રવિવારે પાકિસ્તાન સામે છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 12 જૂન બુધવારે અમેરિકા સામે ત્રીજી મેચ રમશે. આ પછી, ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ શનિવારે, 15 જૂને કેનેડા સામે થશે.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન, શિવમ દુબે .

T20 વર્લ્ડ કપ માટે આયર્લેન્ડની ટીમ

પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), એન્ડ્રુ બાલ્બિર્ની, લોર્કન ટકર (wk), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, રોસ એડેર, બેરી મેકકાર્થી, માર્ક અડાયર, જોશુઆ લિટલ, ક્રેગ યંગ, બેન્જામિન વ્હાઇટ, નીલ રોક, ગ્રાહમ હ્યુમ.

આ સમાચાર શેર કરો