મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

‘શાબાશ ડીકે! રોહિત શર્માની દિનેશ કાર્તિક પર કરેલી કોમેન્ટ સ્ટમ્પ માઈકમાં થઈ કેદ’, જાણો શું કહ્યું

MI વિરુદ્ધ RCBની મેચ અત્યંત રોમાંચક રહી હતી. આ મેચમાં ચોગ્ગા અ

‘શાબાશ ડીકે! રોહિત શર્માની દિનેશ કાર્તિક પર કરેલી કોમેન્ટ સ્ટમ્પ માઈકમાં થઈ કેદ’, જાણો શું કહ્યું

MI વિરુદ્ધ RCBની મેચ અત્યંત રોમાંચક રહી હતી. આ મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો. આ મેચમાં દિનેશ કાર્તિકે 23 બોલ પર 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 53 રનની ઈનિંગ રમી. તેની આ ઈનિંગના કારણે RCB 196ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી. જોકે આ સ્કોર RCB માટે જીતવા માટે પૂરતો નહોતો. મુંબઈ ઈન્ડિયન્સે લગભગ 15.3 ઓવરમાં સફળતા પૂવર્ક ચેઝ કરીને સીઝનની બીજી જીત નોંધી. 

જ્યારે દિનેશ કાર્તિક મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે રોહિત શર્મા તેની મજા લઈ રહ્યો હતો. રોહિત શર્મા દિનેશ કાર્તિકને કહી રહ્યો હતો કે ‘શાબાશ ડીકે! તેને ટી20 વર્લ્ડ કપમાં સિલેક્શન માટે પુશ કરવાનો છે. તેના મગજમાં વર્લ્ડ કપ ચાલી રહ્યો છે.’

રોહિત શર્માની આ કમેન્ટ સ્ટમ્પ માઈકમાં કેદ થઈ ગઈ.દિનેશ કાર્તિકે 2022 ટી20 વર્લ્ડ કપમાં પણ IPLમાં પરફોર્મ કરીને પોતાનું સ્થાન બનાવ્યું હતું. દરમિયાન જો તેનું IPLમાં આ વર્ષ પણ  સારુ રહ્યું તો તેના વર્લ્ડ કપમાં રમવાની તક વધી શકે છે.

આ સમાચાર શેર કરો