મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO : BCCIના કડક નિયમ પર કેપ્ટન રોહિત શર્માનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ શનિવારે આગામી મહિને યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી અને ઇંગ્લેન્

VIDEO : BCCIના કડક નિયમ પર કેપ્ટન રોહિત શર્માનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ શનિવારે આગામી મહિને યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી અને ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી. ભારતીય ટીમની પસંદગી માટે રોહિત અને અગરકર વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી જેના કારણે પ્રેસ કોન્ફરન્સ મોડી શરૂ થઈ હતી.

પત્રકારો ઘણા સમયથી અગરકર અને રોહિતના પ્રેસ કોન્ફરન્સમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા.  મીડિયાને સંબોધવા માટે પોતાની ખુરશી પર બેઠો હતો ત્યારે રોહિત અગરકર સાથે વાત કરી રહ્યો હતો. રોહિતને ખબર નહોતી કે માઈકનો ચાલુ છે. રોહિત અગરકર સાથે BCCIના વિદેશી પ્રવાસો પર ખેલાડીઓના પરિવારોની ભાગીદારી પ્રતિબંધિત કરવાના નિર્ણય વિશે વાત કરતો જોવા મળ્યો હતો. 

મારે સેક્રેટરી સાથે વાત કરવી પડશે : રોહિત

રોહિત અગરકરને કહી રહ્યો હતો, “હવે મારે ફરીથી સેક્રેટરી સાથે બેસવું પડશે અને પરિવારના નિયમો પર ચર્ચા કરવી પડશે. બધા ખેલાડીઓ મને કહી રહ્યા છે.”

જુઓ રોહિતનો આ વીડિયો : 

રસપ્રદ વાત એ છે કે, આટલું કહ્યા પછી રોહિત અટકી ગયો અને પત્રકારો સાથે વાત કરવાનું શરૂ કર્યું. આ અંગે કોઈ પ્રતિક્રિયા આવે તે પહેલાં જ અગરકરે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી અને ચેમ્પિયન્સ ટ્રોફી અને ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણી માટે ટીમની જાહેરાત કરી.

ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ વચ્ચે મતભેદ

રોહિતના શબ્દો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ડ્રેસિંગ રૂમમાં બધુ બરાબર નથી. તાજેતરમાં, ઓસ્ટ્રેલિયામાં કારમી હાર બાદ, BCCI એ એક કડક નિર્ણય લીધો હતો જેમાં ખેલાડીઓને 45 દિવસથી વધુના વિદેશી પ્રવાસ પર ફક્ત બે અઠવાડિયા માટે તેમના પરિવારોને તેમની સાથે રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય રીતે ખેલાડીઓ પ્રવાસ પર તેમની પત્નીઓ અથવા પરિવારના અન્ય સભ્યોને સાથે લઈ જાય છે, પરંતુ BCCI એ આ અંગે કડક વલણ અપનાવ્યું હતું.

આ સમાચાર શેર કરો