મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

વિરાટ જ છે ક્રિકેટનો અસલી કિંગ, ફાઈનલમાં શાનદાર ઈનિંગ રમીને કોહલીએ ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી ભારતને ભવ્ય વિજય અપાવ્યો હતો. ટુ

વિરાટ જ છે ક્રિકેટનો અસલી કિંગ, ફાઈનલમાં શાનદાર ઈનિંગ રમીને કોહલીએ ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી ભારતને ભવ્ય વિજય અપાવ્યો હતો. ટુર્નામેન્ટ દરમિયાન કોહલીનું બેટ સંપૂર્ણ રીતે શાંત રહ્યું હતું. પરંતુ સાઉથ આફ્રિકા સામેની ફાઈનલમાં કોહલીએ 59 બોલમાં 76 રનની શાનદાર ઈનિંગ રમીને ફેન્સને ખુશ કરી દીધા હતા. આ વર્લ્ડ કપમાં આ તેની પહેલી ફિફ્ટી હતી. કોહલીએ જોરદાર ઈનિંગ રમી અને મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને સંભાળી ને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો.

તેની આ ઈનિંગ ખૂબ જ મુશ્કેલ સમયે આવી, જ્યારે ભારતીય ટીમે 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે કોહલીની શાનદાર ઈનિંગને કારણે ભારત સારો સ્કોર બનાવી શક્યું હતું. અને સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડકપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ જેવી મોટી મેચમાં પણ કોહલીએ ફરી એકવાર ફેન્સને નિરાશ કર્યા હતા.

ફાઈનલ પહેલા કોહલીનું નિરાશાજનક પ્રદર્શન

ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં વિરાટ કોહલીએ 9 બોલ રમીને માત્ર 9 રન બનાવ્યા હતા. આ વર્લ્ડકપમાં તેણે ફાઈનલ સુધી 7 મેચ રમીને 75 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 37 રન હતો. જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 100 હતો. અને એવરેજ ખૂબ જ નબળી 10.71 રહી હતી. પરંતુ કોહલીએ ફાઈનલમાં એવી શાનદાર એન્ટ્રી કરી કે ફેન્સ પણ ખુશ થઈ ગયા. કોહલીની ઈનિંગના કારણે જ ભારતીય ટીમ ફાઈનલમાં સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી.

પહેલી વખત T20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં કોહલી ફ્લોપ રહ્યો

  • દક્ષિણ આફ્રિકા, 2014- 72*(44) રન
  • વેસ્ટ ઈન્ડિઝ, 2016- 89* (47) રન
  • ઈંગ્લેન્ડ, 2022- 50 (40) રન
  • ઈંગ્લેન્ડ, 2024- 9 (9) રન

કોહલીની કારકિર્દીનો આ છઠ્ઠો T20 વર્લ્ડ કપ હતો. તેણે પોતાનો પહેલો T20 વર્લ્ડકપ 2012માં રમ્યો હતો. જેમાં તેણે 5 મેચમાં 185 રન બનાવ્યા હતા. કોહલીએ 2016ની સિઝનમાં 319 રન બનાવ્યા હતા. જેમાં T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનાર ખેલાડીનો રેકોર્ડ પણ તેને બનાવ્યો હતો, જે અત્યાર સુધી યથાવત છે.

આ પહેલા કોહલીએ T20 વર્લ્ડકપ 2021 સીઝનમાં સૌથી ઓછા રન બનાવ્યા હતા. ત્યારે તેણે 5 મેચમાં 3 ઈનિંગ્સ રમતા માત્ર 68 રન બનાવ્યા હતા. પરંતુ વર્તમાન T20 વર્લ્ડકપ 2024 તેના માટે ખરાબ સાબિત થયો હતો. જોકે તેણે ફાઈનલમાં શાનદાર ઈનિંગ રમીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ સમાચાર શેર કરો