IND vs ENG 2024: 'કિંગ' કોહલીએ ફરી એકવાર ફેન્સને કર્યા નિરાશ, 9 રનમાં પેવેલિયન ભેગો
ટી-20 વર્લ્ડકપમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

ટી-20 વર્લ્ડકપમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પરિણામે રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓપનિંગ કરવા આવ્યા હતા. જોકે, કોહલીએ ટીમ અને ફેન્સને ફરી એકવાર નિરાશ કર્યા હતા. કોહલી 9 રન બનાવીને જ પેવેલિયન ભેગો થઈ ગયા હતો.
કોહલી સિક્સ ફટકારીને આઉટ
ત્રીજી ઓવરમાં કોહલીએ સિક્સર ફટકારી હતી. આ પછી તેણે ફરીથી આગળ વધીને શોટ લગાવવાનો પ્રયાસ કર્યો અને બોલ્ડ થઈ ગયો. કોહલીએ 9 રન બનાવ્યા હતા.
ટુર્નામેન્ટમાં અત્યાર સુધી તેણે માત્ર 75 રન જ બનાવ્યા
આર્યલેન્ડ સામે 1 રન, પાકિસ્તાન સામે 4 રન, અમેરિકા સામે 0 રન, અફઘાનિસ્તાન સામે 24, બાંગ્લાદેશ સામે 37, ઓસ્ટ્રેલિયા સામે 0 રન, ઈંગ્લેન્ડ સામે 9 રન આમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી તેણે માત્ર 75 રન જ બનાવ્યા છે.
વિરાટ અગાઉ અમેરિકા- ઓસ્ટ્રેલિયા સામે 0 રને આઉટ થયો હતો
ટીમની જીતમાં તમામ ખેલાડીઓનું યોગદાન છે, પરંતુ વિરાટ કોહલીના ફોર્મની ચિંતા સમગ્ર ટીમને પરેશાન કરી રહી છે. વિરાટ કોહલીએ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી કોઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. તે USA અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. દરમિયાન હવે ક્રિકેટ ચાહકો સવાલ કરી રહ્યાં છે કે આખરે વિરાટ કોહલીને શું થયું છે?
ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2024માં બેંગલુરૂ ટીમ તરફથી ઓપનિંગ કરતા વિરાટે ટીમને અનેકવાર શાનદાર શરૂઆત અપાવી હતી. જેના પગલે રોહિત સાથે કોહલી ઓપનિંગ કરી રહ્યો છે. પરંતુ કોઈ કમાલ બતાવી શક્યો નથી.








