IPL 2024 : આઉટ થયા બાદ વિરાટ કોહલી અમ્યાર પર ભડક્યો, નો બોલ પર વિવાદ સર્જાયો
Virat Kohli Angrey on Umpire, Controversy over no ball | ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ઈડનગાર્ડન્સમાં મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં કોલકાતાએ પ્રથમ બેટિંગ કરીને 222 રન ફટકાર્યા હતા. બેંગલુરુને મેચ જીતવા 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, બીજી તરફ વિરાટ કોહલીની વિકેટને લઈને વિવાદ સર્જાયો છે.
કોલકાતાએ આપેલા 223 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુએ આક્રમક શરૂઆત કરી હતી. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ આરસીબી માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. ત્યારે ત્રીજી ઓવરમાં હર્ષિત રાણાની ઓવરમાં વિરાટ કોહલીએ 18 રન બનાવીને આઉટ થયો હતો.
હર્ષિત રાણાએ ફુલ-ટોસ બોલ ફેંક્યો હતો. કોહલી કટ એન્ડ બોલ્ડ આઉટ થયો હતો. કોહલીએ તરત જ ડીઆરએસની માંગ કરી હતી. કારણે કે તેને લાગી રહ્યું હતું કે, બોલ નો બોલ છે.
વિરાટ કોહલી થયો ગુસ્સે?
અમ્પાયરોએ આ બોલને રીવ્યુ કર્યો હતો. ગ્રાફિક્સમાં જોવામાં આવે તો બોલની ઊંચાઈ નો-બોલ લાઇનથી નીચે હતી. પરિણામે કોહલીએ ગુસ્સામાં મેદાન પર હાજર અમ્પાયર સાથે ઘણી દલીલ કરી હતી.
રાયડુ અને ભોગલે થર્ડ અમ્પાયરના નિર્ણયથી નારાજ
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી અંબાતી રાયડુએ ટ્વીટ કરીને કહ્યું કે, કોહલીની વિકેટ ઘણી મોટી છે અને અમ્પાયર આવા ખરાબ નિર્ણયો ન લઈ શકે. રિપ્લેમાં દેખાઈ રહ્યું છે કે, બોલ વિરાટની કમરથી ઉપર જઈ રહ્યો હતો. ક્રિઝની બહાર આવી, અંગૂઠા પર ઊભા રહીને બોલ રમ્યો છે. હર્ષ ભોગલેએ કહ્યું કે, આ નો બોલ હતો. હું પણ થર્ડ અમ્પાયરના નિર્ણયથી આશ્ચર્ય પામ્યો છું.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં છ વિકેટ નુકસાને 222 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે ફિફ્ટી ફટકારી હતી. જોકે, ફિલ સોલ્ટ ફિફ્ટી મારવાથી ચૂકી ગયો હતો. 48 રન બનાવીને આઉટ થયો હતો.








