મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: મેદાન પર વિરાટ- જાડેજાએ બુમરાહની ઉડાવી મજાક, જસ્સીએ આપ્યું આવું રિએક્શન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પરંતુ હાલમાં વ

VIDEO: મેદાન પર વિરાટ- જાડેજાએ બુમરાહની ઉડાવી મજાક, જસ્સીએ આપ્યું આવું રિએક્શન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પરંતુ હાલમાં વરસાદે આ મેચમાં વિક્ષેપ પાડ્યો છે. રાત્રે પડેલા વરસાદને કારણે મેદાન ભીનું થઈ ગયું હતું, જેના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. વરસાદના કારણે બીજું સેશન પણ મોડું શરૂ થયું હતું. આ દરમિયાન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ સાથે મેદાન પર મસ્તી કરતા જોવા મળ્યા હતા. 

પહેલું સેશન પૂરું થતાં જ વરસાદ શરુ થઇ ગયો હતો. ત્યારબાદ થોડીવાર વરસાદ ચાલુ રહ્યો હતો. બીજા સેશનની શરૂઆતના થોડા સમય પહેલા વરસાદ બંધ થઈ ગયો હતો. પરંતુ મેદાન ભીનું હોવાને કારણે સેશનને શરૂ કરવામાં વિલંબ થયો હતો. આ દરમિયાન મેદાન પર કોહલી અને જાડેજા બુમરાહ સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.

જ્યારે ગ્રાઉન્ડ સ્ટાફ મેદાનને સૂકવવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે ભારતીય ખેલાડીઓ મેદાનમાં આવી ગયા હતા. બીજું સેશન શરૂ થવા જઈ રહ્યું હતું. જાડેજા અને કોહલી બાજુમાં ઉભા રહીને બુમરાહની એક્શન કોપી કરી તેને ચીડવવા લાગ્યા હતા. વિરાટે તેના એક્શનની નકલ કરી અને પછી તેના ચહેરાના હાવભાવની પણ નકલ કરતો જોવા મળ્યો હતો. જાડેજાએ પણ બુમરાહના રનઅપને લઈને એક્ટિંગ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન બુમરાહ અને બાજુમાં ઉભા રહેલા કોચ પણ હસી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં જસપ્રીત બુમરાહની ગણના વર્તમાન સમયના શ્રેષ્ઠ બોલરોમાં થાય છે. તે ટીમ માટે વહેલી વિકેટ ઝડપવા નિષ્ણાત છે. જો કે બીજી ટેસ્ટ મેચના પહેલા સેશનમાં બુમરહને એક પણ વિકેટ મળી ન હતી. આકાશદીપે બાંગ્લાદેશના બંને ઓપનરને પેવેલિયન મોકલીને ભારતને સફળતા અપાવી હતી.

આ સમાચાર શેર કરો