13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ શારજાહમાં કર્યો છગ્ગાનો વરસાદ, ફટકારી તોફાની અડધી સદી
શારજાહનું એ જ મેદાન જ્યાં સચિન તેંડુલકરે છગ્ગા અને ચોગ્ગા ફટકારીને દુનિયાને પોતાનીફેન બનાવી દીધી હતી, હ

શારજાહનું એ જ મેદાન જ્યાં સચિન તેંડુલકરે છગ્ગા અને ચોગ્ગા ફટકારીને દુનિયાને પોતાનીફેન બનાવી દીધી હતી, હવે ત્યાં 13 વર્ષના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું બેટ પણ ચાલ્યું છે. આ ભારતીય ઓપનરે અંડર 19 એશિયા કપમાં UAE સામેની મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. વૈભવ સૂર્યવંશીએ ક્રીઝમાં પ્રવેશતાની સાથે જ પોતાનો જાદુ બતાવ્યો હતો. આ લેફટી બેટ્સમેને પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. વૈભવે માત્ર 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અંડર 19 એશિયા કપમાં આ બેટ્સમેનની આ પ્રથમ અડધી સદી છે. તેણે 46 બોલમાં 76 રનની અણનમ ઈનિંગ રમી હતી.
આ પણ વાંચો: જેના માટે CSKએ ખર્ચ્યા લાખો તેણે લીધી હેટ્રિક, હાર્દિક પંડ્યાને ગોલ્ડન ડક પર કર્યો આઉટ
વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિંગ
બીજી ઓવરના બીજા બોલ પર વૈભવ સૂર્યવંશીને સ્ટ્રાઈક મળી અને તેણે અલી અસગરના બોલ પર સ્લોગ સ્વીપ શોટ રમીને છગ્ગો ફટકાર્યો હતો. આ છગ્ગો એટલો લાંબો હતો કે કોમેન્ટેટર્સ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પછી વૈભવે અયાન ખાનના ત્રીજા અને પાંચમા બોલ પર લાંબા છગ્ગા ફટકાર્યા હતા. ચોથી ઓવરમાં વૈભવે ફરી એક મોટો શોટ રમ્યો અને ચગ્ગો ફટકાર્યો. તેણે આ તમામ છગ્ગા 80થી 90 મીટરની વચ્ચે ફટકાર્યા, જે તેનો પાવર દર્શાવે છે.
છેલ્લી બે મેચમાં નિષ્ફળ રહ્યો હતો
વૈભવ સૂર્યવંશી માટે આ ઈનિંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી કારણ કે તે છેલ્લી બે મેચમાં સારું પ્રદર્શન નહોતો કરી શક્યો. પાકિસ્તાન સામેતે માત્ર એક રન અને જાપાન સામે માત્ર 23 રન બનાવી શક્યો હતો. પરંતુ UAE વિરૂદ્ધ આ ખેલાડીએ જે પ્રકારની બેટિંગ કરી તે જોઈને બધાને અંદાજો આવી ગયો હશે કે IPL 2025ના મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીને 1.1 કરોડ રૂપિયાની કિંમતે કેમ ખરીદ્યો. વૈભવ સૂર્યવંશી જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે જોતા લાગે છે કે આ ખેલાડી IPL 2025માં યશસ્વી જયસ્વાલ સાથે પણ ઓપનિંગ કરી શકે છે.






