મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Video / T20 વર્લ્ડ કપ માટે ખાસ અંદાજમાં યુગાન્ડાની ટીમની કરી જાહેરાત, 43 વર્ષના ખેલાડીને મળ્યું સ્થાન

યુગાન્ડાએ T20 વર્લ્ડ કપ માટે ખાસ રીતે ટીમની જાહેરાત કરી છે. ન્યુઝીલેન્ડે બે બાળકો દ્વારા પત્રકાર પરિષદ યોજીને

Video / T20 વર્લ્ડ કપ માટે ખાસ અંદાજમાં યુગાન્ડાની ટીમની કરી જાહેરાત, 43 વર્ષના ખેલાડીને મળ્યું સ્થાન

યુગાન્ડાએ T20 વર્લ્ડ કપ માટે ખાસ રીતે ટીમની જાહેરાત કરી છે. ન્યુઝીલેન્ડે બે બાળકો દ્વારા પત્રકાર પરિષદ યોજીને ટીમની જાહેરાત કરી હતી. તો યુગાન્ડાએ પણ ટીમની જાહેરાત કરવા અનોખો અભિગમ અપનાવ્યો હતો.

યુગાન્ડાની ટીમની જાહેરાત સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કરવામાં આવી હતી. આ વીડિયોમાં યુગાન્ડાના એક માણસને બજાર, નાઈટ ક્લબ, જિમ, સ્ટેડિયમ જેવી જગ્યાઓની મુલાકાત લેતો જોઈ શકાય છે. આ દરમિયાન તેને ટીમના ખેલાડીના નામનું કાર્ડ મળે છે. યુગાન્ડા 3 જૂને અફઘાનિસ્તાન સામે પ્રથમ મેચ રમશે.

43 વર્ષના નસુબુગાને સ્થાન મળ્યું

યુગાન્ડાના ઓફ સ્પિનર ​​ફ્રેન્ક નસુબુગા 43 વર્ષની ઉંમરે ટીમમાં સ્થાન મળ્યું છે, આ સાથે તે આગામી T20 વર્લ્ડ કપમાં રમનાર સૌથી વધુ ઉંમરનો ક્રિકેટર છે. સોમવારે, યુગાન્ડા ક્રિકેટ એસોસિએશને માર્કી ઇવેન્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. બ્રાયન મસાબા ટીમની કમાન સંભાળશે, જ્યારે રિયાઝત અલી શાહને વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

T20 વર્લ્ડ કપ માટે યુગાન્ડાની ટીમ

બ્રાયન મસાબા (કેપ્ટન), રિયાઝત અલી શાહ (વાઈસ કેપ્ટન), કેનેથ વૈસવા, દિનેશ નાકરાણી, ફ્રેન્ક નસુબુગા, રોનક પટેલ, રોજર મુકાસા, કોસમસ ક્યવુતા, બિલાલ હસુન, ફ્રેડ અચેલમ, રોબિન્સન ઓબુયા, સાઈમન સેસાજી, હેનરી સેસેનડો, અલ્પેશ રમજાની અને જુમા મિયાજી.

રિઝર્વ્ડ પ્લેયર્સ - રોનાલ્ડ લુટાયા અને ઇનોસેંટ મ્વેબેઝ.

આ સમાચાર શેર કરો