મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / ટ્રેવિસ હેડે ફટકારી સદી, સિરાજ અને પંતની ભૂલથી ભારતને થયું નુકસાન

ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ-2023 ફાઈનલ, ODI વર્લ્ડ કપ-2023 ફાઈનલમાં ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું

IND vs AUS / ટ્રેવિસ હેડે ફટકારી સદી, સિરાજ અને પંતની ભૂલથી ભારતને થયું નુકસાન

ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ-2023 ફાઈનલ, ODI વર્લ્ડ કપ-2023 ફાઈનલમાં ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તોડનાર ટ્રેવિસ હેડ ફરી એકવાર એડિલેડમાં ભારત માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં હેડે શાનદાર સદી ફટકારી છે.

આ પણ વાંચો: મોહમ્મદ સિરાજે ફેંક્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી ઝડપી બોલ? શું તૂટી ગયો શોએબ અખ્તરનો રેકોર્ડ?

હેડ સદી ફટકારતા પહેલા પેવેલિયન પરત ફર્યો હોત, પરંતુ મોહમ્મદ સિરાજ અને રિષભ પંતે બે ઓવરમાં હેડને બે જીવનદાન આપ્યા હતા. સિરાજ 68મી ઓવરમાં અશ્વિનના બોલ પર હેડનો કેચ છોડ્યો હતો. તેના પછીની જ ઓવરમાં હર્ષિત રાણાના બોલ પર રિષભ પંતે કેચ છોડ્યો હતો.

હેડ તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે. જોકે, આ ઈનિંગમાં તેણે ધીમી શરૂઆત કરી અને બાદમાં એક્સિલરેટર પર પગ મૂક્યો. અડધી સદી ફટકાર્યા બાદ હેડ વધુ આક્રમક બન્યો હતો. અને  બે કેચ છૂટ્યા પછી હેડે તેના હાથ ખોલ્યા. સદી પૂરી કર્યા બાદ તેણે પછીની ઓવરમાં હર્ષિત રાણા સામે ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. હેડે માત્ર 111 બોલમાં પોતાના 100 રન પૂરા કર્યા. પોતાની ઈનિંગમાં તેણે ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

પુત્રને સમર્પિત કરી સદી

આ સિરીઝ પહેલા હેડ પિતા બન્યો છે. તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો. સદી પૂરી કર્યા બાદ હેડની ઉજવણીથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે તેણે આ સદી તેના પુત્રને સમર્પિત કરી છે. સદી ફટકાર્યા પછી, તેણે તરત જ તેના પરિવાર તરફ જોયું અને ઉજવણી કરી. હેડની ટેસ્ટમાં આ આઠમી સદી છે.

લીડમાં છે ઓસ્ટ્રેલિયા

ટ્રેવિસ હેડની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાની ટીમ 110 રન આગળ છે, તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં માત્ર 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા એ અત્યાર સુધી તેની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટના નુકસાને 290 રન બનવ્યા છે.  

આ સમાચાર શેર કરો