મોહમ્મદ સિરાજે ફેંક્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી ઝડપી બોલ? શું તૂટી ગયો શોએબ અખ્તરનો રેકોર્ડ?
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી રમાઈ રહી છે. પર

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી રમાઈ રહી છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 295 રનથી શાનદાર જીત મેળવી હતી. હવે એડિલેડ ઓવલ ખાતે પિંક બોલ ટેસ્ટમાં બંને ટીમો સામસામે છે. આ મેચની પ્રથમ ઈનિંગ દરમિયાન ભારતીય બેટ્સમેનો શાંત રહ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાના બોલર મિચેલ સ્ટાર્કે તબાહી મચાવી હતી. આ દરમિયાન મોહમ્મદ સિરાજ તેના એક બોલના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો હતો.
આ પણ વાંચો: U19 Asia Cup / ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સામે ટકરાશે ટીમ ઈન્ડિયા, નોંધી લો તારીખ અને સમય
સિરાજે ફેંક્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી ઝડપી બોલ?
એડિલેડ ટેસ્ટની બીજી ઈનિંગમાં ભારતીય બોલરો વિકેટ માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જસપ્રીત બુમરાહને એકમાત્ર વિકેટ મળી હતી. જ્યારે હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજની વિકેટની કોલમ ખાલી હતી. જોકે, સિરાજ પોતાના એક બોલથી ચર્ચામાં છે. વાયરલ થયેલા ફોટો તમે જોઈ શકો છો કે સિરાજે 181.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. આ ઘટના સિરાજની 10મી અને ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 25મી ઓવર દરમિયાન બની હતી.
સ્પીડ ગન ખામી
ક્રિકેટના ઈતિહાસમાં આજ સુધી કોઈ બોલર 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ બોલ નથી ફેંકી શક્યો. 181.6 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવી બહુ દૂરની વાત છે. સિરાજની આ ડિલિવરી દરમિયાન સ્પીડ ગનમાં ખરાબી આવી હશે જેના કારણે બોલની સ્પીડ ખોટી બતાવવામાં આવી હતી. ક્રિકેટ મેચમાં સ્પીડ ગનમાં ખરાબી એ નવી વાત નથી.
સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ શોએબ અખ્તરના નામે
વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના નામે છે. પોતાના સમય દરમિયાન અખ્તરે પોતાની તીક્ષ્ણ બોલિંગથી દરેક બેટ્સમેનમાં ડર પેદા કર્યો હતો. તેણે 2003 ODI વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડ સામે રમતી વખતે 161.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. તેનો આ રેકોર્ડ 21 વર્ષથી અતૂટ રહ્યો છે. નોંધનીય છે કે આ જ ઓવરમાં અખ્તરે 153.3, 158.4, 158.5, 157.4 અને 159.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ બોલિંગ કરી હતી. આ ઓવરમાં તેની સામે નિક નાઈટ બેટિંગ કરી રહ્યો હતો હતો. અખ્તરે આ ઓવર મેડન ફેંકી હતી.






