U19 Asia Cup / ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સામે ટકરાશે ટીમ ઈન્ડિયા, નોંધી લો તારીખ અને સમય
ACC મેન્સ અંડર-19 એશિયા કપની ફાઈનલ માટે બંને ટીમો નક્કી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં શ્રીલંકાને હરાવીને ફાઈનલમાં પ્ર

ACC મેન્સ અંડર-19 એશિયા કપની ફાઈનલ માટે બંને ટીમો નક્કી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં શ્રીલંકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જોકે, તે ફેન્સ નિરાશ થઈ ગયા છે જેઓ ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થાય તેવી પ્રાર્થના કરી રહ્યા હતા કારણ કે બાંગ્લાદેશે પ્રથમ સેમીફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને સતત બીજી વખત ટાઈટલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. બાંગ્લાદેશે છેલ્લી વખત એટલે કે વર્ષ 2023માં UAEને હરાવીને U19 એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. હવે તેનો પ્રયાસ સતત બીજી વખત આ ટાઈટલ જીતવાનો રહેશે.
આ પણ વાંચો: ICC ચેમ્પિયન્સ ટ્રોફી: આખરે પાકિસ્તાન ઝુક્યું, આ જગ્યાએ બધી મેચ રમાશે
વૈભવ સૂર્યવંશી રહ્યો મેચનો હીરો
13 વર્ષનો વૈભવ સૂર્યવંશી ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી સેમીફાઈનલ મેચનો હીરો હતો, જેણે સતત બીજી મેચમાં હેડલાઈન્સ બનાવવાનું ચાલુ રાખ્યું હતું. બીજી સેમીફાઈનલમાં તેની તોફાની ઈનિંગ્સના કારણે ભારતે 170 બોલ બાકી રહેતા શ્રીલંકાને સાત વિકેટથી હરાવ્યું અને ફાઈનલમાં જગ્યા બનાવી. લેફટી બેટ્સમેને માત્ર 36 બોલમાં 67 રનની તોફાની ઇનિંગ રમી હતી. સૂર્યવંશીએ શ્રીલંકા સામે માત્ર 24 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, જેમાં તેણે છ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તાજેતરમાં, વૈભવને રાજસ્થાન રોયલ્સે 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જેનાથી તે IPLમાં જોડાનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. ભારતીય બોલરોએ પ્રથમ ઈનિંગમાં 47 ઓવરમાં શ્રીલંકાને 173 રન પર રોકી દીધું હતું અને ત્યારબાદ 3 વિકેટ ગુમાવીને માત્ર 23.2 ઓવરમાં 174 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
ફાઈનલ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?
ACC મેન્સ અંડર-19 એશિયા કપની ફાઈનલ 8 ડિસેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર ટાઈટલ મેચ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. મેચનું લાઈવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ હશે. ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની નજર 9મી વખત ટાઈટલ જીતવા પર હશે.






