ICC રેન્કિંગ: પાકિસ્તાન સામે સદી ફટકારવાનો વિરાટ કોહલીને થયો ફાયદો; ટોપ-5માં ત્રણ ભારતીય ખેલાડી
ICCએ લેટેસ્ટ વન ડે રેન્કિંગ જાહેર કરી છે જેમાં વિરાટ કોહલીને ફાયદો થયો છે. વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રો

ICCએ લેટેસ્ટ વન ડે રેન્કિંગ જાહેર કરી છે જેમાં વિરાટ કોહલીને ફાયદો થયો છે. વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. વિરાટ કોહલીને તેનું ઇનામ રેન્કિંગ દ્વારા મળ્યું છે. વન ડે બેટિંગ રેન્કિંગના ટોપ પાંચમાં ત્રણ ભારતીય ખેલાડી છે. શુભમન ગિલ ટોપ પર છે જ્યારે પાકિસ્તાનનો બાબર આઝમ બીજા નંબર પર છે.
વિરાટ કોહલી પાંચમા સ્થાન પર આવી ગયો છે. આ પહેલા તે છઠ્ઠા સ્થાને હતો. વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરૂદ્ધ 111 બોલનો સામનો કરતા અણનમ 100 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ મેચમાં રોહિત શર્માના આઉટ થયા બાદ ભારત માટે અંત સુધી રમ્યો હતો અને ટીમને જીત અપાવી હતી. ટીમ ઇન્ડિયા આ મેચ 6 વિકેટે જીત્યું હતું.
વન ડે રેન્કિંગમાં ટોપ-5માં ત્રણ ભારતીય ખેલાડી
વન ડે બેટિંગ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાના બેટ્સમેનનો દબદબો જોવા મળી રહ્યો છે. શુભમન ગિલ ODI રેન્કિંગમાં ટોપ પર છે. બાબર આઝમ બીજા નંબર પર છે જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્રીજા નંબર પર છે. દક્ષિણ આફ્રિકાનો હેનરિક ક્લાસેન ચોથા નંબર પર જ્યારે વિરાટ કોહલી પાંચમા નંબર પર છે.શ્રેયસ અય્યર 9માં સ્થાન પર છે.
વન ડે બોલિંગ રેન્કિંગમાં શમીને પણ થયો ફાયદો
મોહમ્મદ શમી ઇજાને કારણે ઘણા સમય સુધી ટીમ ઇન્ડિયાની બહાર રહ્યો હતો. જોકે, તેને હવે કમબેક કર્યું છે. શમી ભારત માટે સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. શમીએ ચેમ્પિયન્સ ટ્રોફીની 2 મેચમાં 5 વિકેટ ઝડપી છે. શમીને તેનો વન ડે રેન્કિંગમાં ફાયદો થયો છે. તે પહેલા 15માં સ્થાન પર હતો પરંતુ હવે તે 14માં સ્થાન પર આવી ગયો છે. બોલિંગ રેન્કિંગની વાત કરવામાં આવે તો ભારતીય બોલર કુલદીપ યાદવ ત્રીજા નંબર પર છે જ્યારે શ્રીલંકન ખેલાડી મહેશ તીક્ષણા ટોપ પર છે.








