મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 વર્લ્ડ કપ 2024માં આ ખેલાડી બનાવશે સૌથી વધુ રન, સ્ટીવ સ્મિથે કરી ભવિષ્યવાણી

આવતીકાલે (5 જૂન) ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024માં પોતાની પ્રથમ મેચ માટે આયર્લેન્ડ સા

T20 વર્લ્ડ કપ 2024માં આ ખેલાડી બનાવશે સૌથી વધુ રન, સ્ટીવ સ્મિથે કરી ભવિષ્યવાણી

આવતીકાલે (5 જૂન) ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024માં પોતાની પ્રથમ મેચ માટે આયર્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે. આ ન્યૂયોર્કમાં રમાશે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથે મહત્ત્વની ભવિષ્યવાણી કરી છે. સ્મિથનું કહેવું છે કે આ વખતે T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવશે. હાલમાં વિરાટ કોહલી ખૂબ સારા ફોર્મમાં છે. તાજેતરમાં તેણે IPL 2024માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોહલીએ ઓરેન્જ કેપ જીતી હતી.

સ્ટીવ સ્મિથે કરી ભવિષ્યવાણી

કોહલી વિશે સ્મિથે પ્રતિક્રિયા આપી છે. એક રિપોર્ટ અનુસાર સ્મિથે કહ્યું, "મારા મતે વિરાટ કોહલી આ વખતે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવશે. IPLમાં તેણે ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું. તે અત્યારે સારા ફોર્મમાં છે. મને લાગે છે કે તે ટીમ ઈન્ડિયા માટે કમાલ કરી શકે છે." કોહલીએ IPL 2024ની 15 મેચોમાં 741 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારી હતી.

T20 વર્લ્ડ કપમાં કોહલીના પ્રદર્શન પર નજર કરીએ તો કોહલીની ઓવરઓલ એવરેજ 81.50 રહી છે. જ્યારે નોકઆઉટ મેચોમાં એવરેજ 144 રહી છે. T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી ટોપ પર છે. કોહલીએ 27 મેચમાં 1141 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 14 અડધી સદી ફટકારી છે. કોહલીનો હાઈએસ્ટ સ્કોર 89* રન રહ્યો છે. આ યાદીમાં વર્તમાન ખેલાડીઓ પર નજર કરીએ તો રોહિત શર્મા બીજા સ્થાને છે. રોહિતે 39 મેચમાં 963 રન બનાવ્યા છે.

આ બંને ખેલાડી સિવાય આ ટુર્નામેન્ટમાં રવીન્દ્ર જાડેજાનો રેકોર્ડ પણ સારો છે. તેણે અત્યાર સુધી T20 વર્લ્ડ કપમાં 22 મેચો રમી છે જેમાં તેણે 21 વિકેટ ઝડપી છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ શાકિબ અલ હસનના નામે છે. તેણે 36 મેચમાં 47 વિકેટ લીધી છે.

આ સમાચાર શેર કરો