મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2025 / 9 દિગ્ગજ ખેલાડીઓ જે પ્રથમ સિઝનથી છે ટૂર્નામેન્ટનો ભાગ, આ વખતે પણ ઉતરશે મેદાનમાં

પહેલી IPL સિઝન અધૂરા વિચારો, ગૂંચવાયેલી વફાદારીઓ અને લીગ આખરે કઈ દિશામાં જશે તે અંગેની જિજ્ઞાસાથી ભરેલી હતી

IPL 2025 / 9 દિગ્ગજ ખેલાડીઓ જે પ્રથમ સિઝનથી છે ટૂર્નામેન્ટનો ભાગ, આ વખતે પણ ઉતરશે મેદાનમાં

પહેલી IPL સિઝન અધૂરા વિચારો, ગૂંચવાયેલી વફાદારીઓ અને લીગ આખરે કઈ દિશામાં જશે તે અંગેની જિજ્ઞાસાથી ભરેલી હતી. તે એ સમય હતો જ્યારે એમએસ ધોનીએ T20 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવી હતી, યુવાન વિરાટ કોહલી શરૂઆતથી જ RCBને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને રોહિત શર્મા મિડલ ઓર્ડરનો બેટ્સમેન હતો. આ ત્રણ ખેલાડીઓ ઉપરાંત, કેટલાક અન્ય ખેલાડીઓ પણ IPL 2025માં રમતા જોવા મળશે, જેઓ IPLની પ્રથમ સિઝનના પણ ભાગ હતા.

એમએસ ધોની

ધોનીનું નામ ભારતીય ક્રિકેટની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે પણ એટલું જ જોડાયેલું છે. તે 2008માં CSKનો સૌથી મોટો ખેલાડી હતો. ધોની CSKનો પહેલો કેપ્ટન હતો. તેણે આ ભૂમિકા લાંબા સમય સુધી ભજવી. બે વર્ષના પ્રતિબંધ બાદ ટીમમાં પાછો અમુક ખેલાડીઓમાંથી તે એક હતો. તેણે CSKને પાંચ ટાઈટલ જીતાડવા ઉપરાંત ટીમને દસ ફાઈનલ અને સૌથી વધુ પ્લેઓફ સુધી પહોંચાડી છે. આ આંકડાઓએ CSKને IPLના ઈતિહાસમાં સૌથી સ્થિર અને મજબૂત ટીમોમાંથી એક બનાવી છે. 

વિરાટ કોહલી

કોહલીએ ક્યારેય RCB વગર IPL નથી રમી, જેનો અર્થ એ પણ છે કે તેણે ક્યારેય IPL ટાઈટલ પણ નથી જીત્યું. તે 2008માં ભારતના અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન તરીકે આવ્યો હતો અને ફ્રેન્ચાઈઝીના ઉતાર-ચઢાવ વચ્ચે પણ તેની સાથે રહ્યો છે. તે લીગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તે 8000 થી વધુ IPL રન બનાવનાર એકમાત્ર ખેલાડી છે. 2016ની સિઝનમાં તેના 973 રન એક અસાધારણ સિદ્ધિ હતી, તે લગભગ એકલા હાથે RCBને તેના પ્રથમ ટાઈટલની ખૂબ નજીક લઈ ગયો હતો.

રોહિત શર્મા

રોહિતે ડેક્કન ચાર્જર્સ માટે એક નીડર બેટ્સમેન તરીકે શરૂઆત કરી હતી, જ્યાં તેણે 2009માં તેનું પહેલું IPL ટાઈટલ જીત્યું હતું. પછી મુંબઈ ઈન્ડિયન્સે તેને સાઈન કર્યો અને તેના નેતૃત્વ હેઠળ એક નવો IPL વારસો મળ્યો. તેણે 2013માં MIને તેની પહેલી ટ્રોફી અપાવી અને ત્યારબાદ વધુ ચાર ટ્રોફી જીતી. તે MIનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે અને 6000થી વધુ IPL રન બનાવનારા ચાર ખેલાડીઓમાંનો એક છે. તેણે અત્યાર સુધી ખેલાડી તરીકે સૌથી વધુ 6 ટાઈટલ જીત્યા છે.

મનીષ પાંડે

મનીષ પાંડેના IPL કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણ 2014ની ફાઇનલમાં તેમની 94 રનની ઈનિંગ છે, જેમાં તેણે KKRને તેના બીજું IPL ટાઈટલ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેની કારકિર્દી ઘણી ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે પ્રવાસ કરતી રહી, દરેક વખતે આ આશા સાથે કે તે મિડલ ઓર્ડરનો મજબૂત સ્તંભ બની શકે છે. તેની IPL કારકિર્દીમાં ઘણી યાદગાર ક્ષણો રહી છે, જેમ કે 2009માં RCB માટે તેની સદી. પરંતુ તેની કારકિર્દી સ્થિરતાની શોધમાં પસાર થઈ છે. જોકે, તેણે એક પણ સિઝન નથી ચૂકી.

અજિંક્ય રહાણે

રાજસ્થાન રોયલ્સમાં શરૂઆતના વર્ષોમાં, રહાણેએ પાવર કરતાં પ્લેસમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ જેમ જેમ T20 બેટિંગનો વિકાસ થયો, તેમ તેમ તેણે સતત પોતાની જાતને ફરીથી શોધવી પડી. તાજેતરમાં તેને આક્રમક શૈલીમાં સફળતા મળી, 2023માં CSK માટે તેની રમત નિર્ભય અને આક્રમક હતી, જેના કારણે ટીમને ખિતાબ જીતવામાં મદદ મળી. હવે KKRના કેપ્ટન તરીકે, તેની સામે એક નવો પડકાર છે, એક એવી ટીમનું નેતૃત્વ કરવું જે પરંપરાગત રીતે પાવર-હિટિંગને પ્રાથમિકતા આપે છે.

રવિચંદ્રન અશ્વિન

IPLના ઈતિહાસમાં બહુ ઓછા ખેલાડીઓએ અશ્વિન જેવી કુશળતા, વ્યૂહરચના અને હિંમત દર્શાવી છે. તે CSKમાં ધોનીનો પાવરપ્લે સ્પેશિયાલિસ્ટ બન્યો અને પછી તેણે આગળ વધવાનું ચાલુ રાખ્યું. તેણે કિંગ્સ ઈલેવન પંજાબનું નેતૃત્વ કર્યું, રાજસ્થાન રોયલ્સમાં પિંચ-હિટર તરીકેની ભૂમિકા બદલી અને હંમેશા પરંપરાગત સીમાઓને પડકારી. 2019 માં, અશ્વિને જોસ બટલરને નોન-સ્ટ્રાઈક એન્ડ પર રન આઉટ કર્યા બાદ એક મોટી ચર્ચા શરૂ થઈ હતી. અશ્વિન પહેલો એવો ખેલાડી હતો જેણે વ્યૂહાત્મક રીતે પોતાને રિટાયર આઉટ કર્યો હતો. હવે તે CSKમાં પાછો ફર્યો છે, જ્યાંથી તેણે IPLની સફર શરૂ કરી હતી.

રવિન્દ્ર જાડેજા

2008માં જાડેજાએ રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ કરાર વિવાદને કારણે 2010માં IPL ન હતો રમી શક્યો. તે 2011 માં કોચી ટસ્કર્સ માટે રમ્યો હતો, પરંતુ 2012માં CSK માં જોડાયા પછી તેની કારકિર્દી નવી ઊંચાઈએ પહોંચી. તે CSK માટે બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે IPLમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવ્યા (2021માં RCB સામે 37 રન) છે. 2023ની ફાઈનલમાં છેલ્લી બોલે બાઉન્ડ્રી ફટકારીને CSKને જીત અપાવી છે. 2022 માં તેની કેપ્ટનશીપ નિષ્ફળ ગઈ હોવા છતાં, મેચ તે વિજેતા તરીકેનો ઉભરી આવ્યો છે.

ઈશાંત શર્મા

ઈશાંત હંમેશા IPLમાં એક અસામાન્ય ખેલાડી રહ્યો છે, તેની ટેસ્ટ ક્રિકેટ કુશળતા ક્યારેય T20માં સંપૂર્ણપણે પરિવર્તિત ન થઈ. 2008માં, તે KKR માટે ઓક્શનમાં સૌથી મોંઘો બોલર હતો. આ પછી તે સાત અલગ અલગ ટીમો માટે રમ્યો. તેણે 2019થી DC માટે 34 મેચ રમી છે અને આ સિઝનમાં GT માટે રમશે.

સ્વપ્નિલ સિંહ

સ્વપ્નિલ સિંહની IPL કારકિર્દી આ યાદીમાં અપવાદ છે, તેની પહેલી ટીમ MI હતી, પરંતુ ડેબ્યુ કરવા માટે તેને 2016 સુધી રાહ જોવી પડી. તેણે કિંગ્સ ઈલેવન પંજાબમાંથી ડેબ્યુ કર્યું હતું. ગયા વર્ષે, જ્યારે તે 33 વર્ષનો હતો, ત્યારે તેણે RCB સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બેકઅપ લેફ્ટ આર્મ સ્પિનર ​​તરીકે ટીમમાં સામેલ, સ્વપ્નિલે પોતાનું સ્થાન બનાવ્યું અને પ્લેઈંગ ઈલેવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બન્યો. તેની શાનદાર બોલિંગે RCBને 6 મેચ જીતવામાં મદદ કરી હતી, જેના કારણે ટીમ પ્લેઓફમાં પહોંચી શકી. આ સિઝન પહેલા યોજાયેલ મેગા ઓક્શનમાં તેને આ પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેમાંRCB એ તેને RTM દ્વારા રિટેન કર્યો હતો અને તેનો પગાર પણ વધારવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો