IPL 2025 / આજથી 65 દિવસ સુધી ચાલશે ક્રિકેટ કાર્નિવલ, પ્રથમ મેચ પહેલા જાણી લો કઈ ટીમમાં છે ક્યો ખેલાડી
વિશ્વની સૌથી હાઈપ્રોફાઈલ ક્રિકેટ લીગ એટલે IPLની 18મી સિઝનનો આજથી કોલકાતામાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. દિલધડક અને

વિશ્વની સૌથી હાઈપ્રોફાઈલ ક્રિકેટ લીગ એટલે IPLની 18મી સિઝનનો આજથી કોલકાતામાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. દિલધડક અને રસાકસીભર્યા મુકાબલા માટે જાણીતા IPL ‘ક્રિકેટ કાર્નિવલ’માં ચેમ્પિયનનો તાજ મેળવવા માટે 10 ફ્રેન્ચાઈઝી વચ્ચે આગામી 65 દિવસમાં કુલ મળીને 74 મુકાબલા દેશના વિવિધ 13 સ્થળોએ આયોજીત થશે અને તે પછી એક ટીમ ચેમ્પિયન બનશે. IPLના મેગા ઓક્શન બાદ ઘણી બધી ટીમોમાં ધરખમ ફેરફારો થયા છે. ઉપરાંત કેટલીક ટીમમાં ઈજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ અન્ય ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નવા કેપ્ટન રહાણેના નેતૃત્વમાં ઉતરશે. જ્યારે ગત સિઝનમાં કોલકાતાને વિજેતા બનાવનારો કેપ્ટન શ્રેયસ અય્યર આ વખતે પંજાબ કિંગ્સનું ભાગ્ય બદલવાનો પ્રયાસ કરશે. કોલકાતાની સાથે ચેન્નાઈ, હૈદરાબાદ, ગુજરાત, મુંબઈ અને રાજસ્થાનની દાવેદારી પણ મજબૂત છે. જ્યારે દિલ્હી બેંગાલુરુ, લખનૌ અને પંજાબની નજર પહેલું ટાઈટલ જીતવા પર હશે. IPLની 18મી સિઝન આજથી શરૂ થઈ રહી છે આ પહેલા ચાલો તમામ ફ્રેન્ચાઈઝીની સ્કવોડ પર નજર કરીએ.
કોલકાતા નાઈટ રાઈડર્સ
અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, ક્વિન્ટન ડી કોક, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અંગક્રિશ રઘુવંશી, રોવમેન પોવેલ, મનીષ પાંડે, લવનીથ સિસોદિયા, વેંકટેશ અય્યર, અનુકુલ રોય, મોઈન અલી, રમનદીપ સિંહ, આન્દ્રે રસેલ, એનરિચ નોર્ટજે, વૈભવ અરોરા, મયંક માર્કંડે, સ્પેન્સર જોન્સન, હર્ષિત રાણા, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, ચેતન સાકરિયા.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, દેવદત્ત પડિક્કલ, સ્વસ્તિક ચિકારા, લિયામ લિવિંગસ્ટોન, કૃણાલ પંડ્યા, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મનોજ ભંડાગે, જેકબ બેથેલ, જોશ હેઝલવુડ, રસિક ડાર, સુયશ શર્મા, ભુવનેશ્વર કુમાર, નુવાન તુષારા, લુંગી નગિડી, અભિનંદન સિંહ, મોહિત રાઠી, યશ દયાલ.
ચેન્નાઈ સુપર કિંગ્સ
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની, ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, શેખ રશીદ, વંશ બેદી, આન્દ્રે સિદ્ધાર્થ, રચિન રવિન્દ્ર, રવિચંદ્રન અશ્વિન, વિજય શંકર, સેમ કરન, અંશુલ કંબોજ, દીપક હુડા, જેમી ઓવરટન, કમલેશ નાગરકોટી, રામકૃષ્ણ ઘોષ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, ખલીલ અહેમદ, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, ગુરજાપનીત સિંહ, નાથન એલિસ, શ્રેયસ ગોપાલ, મથિશા પથિરાના.
મુંબઈ ઈન્ડિયન્સ
રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, રોબિન મિંજ, રયાન રિકલ્ટન, શ્રીજીત કૃષ્ણન, બેવોન જેકબ્સ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, વિલ જેક્સ, મિચેલ સેન્ટનર, રાજ અંગદ બાવા, વિગ્નેશ પુથુર, કોર્બિન બોશ, ટ્રેન્ટ બોલ્ટ, કર્ણ શર્મા, દીપક ચહર, અશ્વિની કુમાર, રીસ ટોપલી, સત્યનારાયણ, અર્જુન તેંડુલકર, મુજીબ-ઉર-રહેમાન, જસપ્રીત બુમરાહ.
દિલ્હી કેપિટલ્સ
કેએલ રાહુલ, જેક ફ્રેઝર-મેકગર્ક, કરુણ નાયર, ફાફ ડુ પ્લેસિસ, ડોનોવન ફરેરા, અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), સમીર રિઝવી, આશુતોષ શર્મા, દર્શન નાલકંડે, વિપ્રજ નિગમ, અજય મંડલ, મનવંત કુમાર, ત્રિપુરાણા વિજય, માધવ તિવારી, મિચેલ સ્ટાર્ક, ટી નટરાજન, મોહિત શર્મા, મુકેશ કુમાર, દુષ્મન્તા ચમીરા, કુલદીપ યાદવ.
ગુજરાત ટાઈટન્સ
શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, શેરફેન રધરફોર્ડ, ગ્લેન ફિલિપ્સ, નિશાંત સિંધુ, મહિપાલ લોમરોર, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ અરશદ ખાન, સાઈ કિશોર, જયંત યાદવ, કરીમ જનાત, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, માનવ સુથાર, ગેરાલ્ડ કોટ્ઝી, ગુરનુર સિંહ બ્રાર, ઈશાંત શર્મા, કુલવંત ખેજરોલિયા, રાહુલ તેવતિયા, રાશિદ ખાન.
લખનૌ સુપર જાયન્ટ્સ
રિષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, એડન માર્કરામ, આર્યન જુયાલ, હિંમત સિંહ, મેથ્યુ બ્રીટ્ઝકે, નિકોલસ પૂરન, મિચેલ માર્શ, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હંગરગેકર, અર્શીન કુલકર્ણી, આયુષ બદોની, અવેશ ખાન, આકાશ દીપ, એમ. સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ, આકાશ સિંહ, શમર જોસેફ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, મોહસીન ખાન, રવિ બિશ્નોઈ.
પંજાબ કિંગ્સ
શ્રેયસ અય્યર (કેપ્ટન), નેહલ વાઢેરા, વિષ્ણુ વિનોદ, જોશ ઈંગ્લિસ, હરનૂર પન્નુ, પાયલા અવિનાશ, પ્રભસિમરન સિંહ, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, હરપ્રીત બ્રાર, માર્કો યાનસન, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, પ્રિયાંશ આર્ય, એરોન હાર્ડી, મુશીર ખાન, સૂર્યાંશ શેડગે, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિશાખ વિજયકુમાર, યશ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, કુલદીપ સેન, ઝેવિયર બાર્ટલેટ, પ્રવીણ દુબે.
રાજસ્થાન રોયલ્સ
સંજુ સેમસન (કેપ્ટન), શુભમ દુબે, વૈભવ સૂર્યવંશી, કુણાલ રાઠોડ, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, નીતિશ રાણા, યુદ્ધવીર સિંહ, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષના, વાનિન્દુ હસરંગા, આકાશ મધવાલ, કુમાર કાર્તિકેય સિંહ, તુષાર દેશપાંડે, ફઝલહક ફારૂકી, ક્વેના મફાકા, અશોક શર્મા, સંદીપ શર્મા.
સનરાઈઝર્સ હૈદરાબાદ
ઈશાન કિશન, અથર્વ તાયડે, અભિનવ મનોહર, અનિકેત વર્મા, સચિન બેબી, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ, હર્ષલ પટેલ, કામિન્દુ મેન્ડિસ, વિઆન મુલ્ડર, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), મોહમ્મદ શમી, રાહુલ ચહર, એડમ ઝમ્પા, સિમરજીત સિંહ, જીશાન અંસારી, જયદેવ ઉનડકર,ઈશાન મલિંગા.








