મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL રમતા ન્યૂઝીલેન્ડના આ ખેલાડીઓ પાકિસ્તાન ટી-20 શ્રેણી રમવા નહીં જાય

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) રમાઈ રહી છે. આ દરમિયાન 18 એપ્રિલથી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ

IPL રમતા ન્યૂઝીલેન્ડના આ ખેલાડીઓ પાકિસ્તાન ટી-20 શ્રેણી રમવા નહીં જાય

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) રમાઈ રહી છે. આ દરમિયાન 18 એપ્રિલથી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે 5 મેચોની ટી-20 સિરીઝ રમાવાની છે. પરિણામે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. જોકે, આઈપીએલમાં રમી રહેલા કિવી ખેલાડીઓ પાકિસ્તાન સામેની સીરીઝનો ભાગ લેશે નહીં. 

આ  ખેલાડીઓ પાકિસ્તાન નહીં જાય

ન્યૂઝીલેન્ડે તાજેતરમાં જ પાકિસ્તાન સામેની 5 ટી-20 મેચની શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. ઓલરાઉન્ડર ખેલાડી માઈકલ બ્રેસવેલ આ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ કરશે. કેન વિલિયમસન (ગુજરાત ટાઈટન્સ), ટ્રેન્ટ બોલ્ટ (રાજસ્થાન રોયલ્સ), લોકી ફર્ગ્યુસન (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર), મેટ હેનરી (લખનઉ સુપર જાયન્ટસ), ડેરીલ મિશેલ (ચેન્નાઈ સુપર કિંગ્સ), ગ્લેન ફિલિપ્સ (સનરાઈઝ હૈદરાબાદ), રચિન રવિન્દ્ર (ચેન્નાઈ સુપર કિંગ્સ), મિશેલ સેન્ટનર (ચેન્નાઈ સુપર કિંગ્સ) હાલમાં IPL 2024 નો ભાગ છે. ડેવોન કોનવે ઈજાના કારણે આઈપીએલની વર્તમાન સિઝનમાંથી બહાર છે. 10મું નામ ટીમ સાઉદીનું છે, જે હાલ આઈપીએલમાં નથી રમી રહ્યો પરંતુ તેને પણ પાકિસ્તાન સામેની શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. 
 
ન્યૂઝીલેન્ડે 4-1થી પાકિસ્તાનને કચડ્યું હતું

2024ની શરૂઆતમાં જ પાકિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો. શાહીન આફ્રિદીની કેપ્ટનશિપમાં પાંચ ટી-20 મેચનો સિરીઝ રમાઈ હતી. જેમાં પાકિસ્તાની ટીમ 4-1થી હારી ગઈ હતી. જોકે, હવે ફરીથી લિમિટેડ ઓવરના ફોર્મેટમાં ટીમની કપ્તાની ફરી બાબર આઝમના હાથમાં આવી ગઈ છે.

પાંચ મેચની ટી-20 શ્રેણી માટે કીવીની ટીમ જાહેર

માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ફિન એલન, માર્ક ચેપમેન, જોશ ક્લાર્કસન, ડીન ફોક્સક્રોફ્ટ, બેન લિસ્ટર, કોલ મેકોન્કી, એડમ મિલ્ને, જીમી નીશમ, વિલ ઓરોર્કેી, ટિમ રોબિન્સન, બેન સીઅર્સ, ટિમ સેફર્ટ, ઈશ સોઢી.

આ સમાચાર શેર કરો