મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

અફઘાનની જીત સાથે ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીની કારકિર્દી થઈ પૂરી, બનાવ્યા લગભગ 19 હજાર રન

અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ 2024ની સુપર-8ની છેલ્લી મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે. બાંગ્

અફઘાનની જીત સાથે ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીની કારકિર્દી થઈ પૂરી, બનાવ્યા લગભગ 19 હજાર રન

અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ 2024ની સુપર-8ની છેલ્લી મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશને હરાવીને, રાશિદ ખાનની આગેવાની હેઠળની ટીમ પહેલી વખત ICC ટૂર્નામેન્ટના નોકઆઉટ તબક્કામાં પહોંચી છે. ભારત અને અફઘાનિસ્તાને ગ્રૂપ-1માંથી સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની યાત્રા પૂરી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસના અંત સાથે જ અનુભવી ઓપનર ડેવિડ વોર્નરની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવી ગયો છે.

વોર્નરે ઘણા સમય પહેલા જ એનાઉન્સમેન્ટ કરી હતી કે, તે T20 વર્લ્ડ કપ 2024 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. વોર્નર પહેલેથી જ બે વખતના વિશ્વ ચેમ્પિયન તરીકે ODIમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને તેણે આ વર્ષે જાન્યુઆરીમાં ટેસ્ટને અલવિદા કહી દીધું હતું. જોકે, તેણે જરૂર પડ્યે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ODI ટીમમાં વાપસીનો દરવાજો ખુલ્લો રાખ્યો છે, પરંતુ તે થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. ઓછામાં ઓછું ફાસ્ટ બોલર જોશ હેઝલવુડના નિવેદન પરથી એવું લાગે છે.

શું કહ્યું હતું જોશ હેઝલવુડે?

વોર્નરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા અંગે જોશ હેઝલવુડે ભારત સામેની મેચ બાદ કહ્યું, “મને લાગે છે કે, અમને તેના વિના રમવાનો થોડો અનુભવ મળ્યો છે. ટેસ્ટ પછી, તે ધીમે-ધીમે ODI ક્રિકેટ અને હવે T20થી દૂર થઈ ગયો છે. અમે તેના વિના ન્યુઝીલેન્ડમાં રમ્યા. આટલા લાંબા સમયથી રમી રહેલા ખેલાડીને ન મળવાથી દુઃખ થાય છે. પરંતુ અમે આગળ વધીશું અને વધુ દમ લગાવીશું.

ડેવિડ વોર્નરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

બે વખત ODI વર્લ્ડ કપ જીત્યા બાદ, ડેવિડ વોર્નર પણ 2021માં T20 વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો. આ સિવાય તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 જીતનારી ટીમનો પણ ભાગ હતો. આ 37 વર્ષીય ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 49 સદીની મદદથી 19 હજાર રન બનાવ્યા છે.

આ સમાચાર શેર કરો