Team India Schedule : 2024માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ ખૂબ ટાઈટ, જાણો એક ક્લિકમાં
ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડકપ 2024 રમવા માટે અમેરિકા પહોંચી ચૂકી છે. ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે મેચથી પોતાના

ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડકપ 2024 રમવા માટે અમેરિકા પહોંચી ચૂકી છે. ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે મેચથી પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. જે બાદ 9 તારીખે પાકિસ્તાન સામે ટક્કર થશે. ટી20 વર્લ્ડ કપ 2024 બાદથી આઈપીએલ 2025 સુધી ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ ખૂબ ટાઈટ છે. આ દરમિયાન ભારતીય ટીમે છ દેશો સામે દ્વિપક્ષીય સીરિઝ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે.
ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2024 ખતમ થતાં જ ઝિમ્બાબ્વે પ્રવાસ પર જશે. જ્યાં તે 5 મેચની ટી-20 સીરિઝ રમશે. ભારતીય ટીમના આ પ્રવાસ પર ભારતના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. રિયાન પરાગ અને અભિષેક જેવા યુવાન ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે. ઝિમ્બાબ્વે પ્રવાસ 6 જુલાઈથી શરૂ થઈને 14 જુલાઈ સુધી રહેશે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત 2 નવેમ્બરથી
ઝિમ્બાબ્વે બાદ ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર રવાના થશે. જ્યાં તે 3 મેચની ટી-20 સીરિઝ અને 3 મેચની જ વન-ડે સીરિઝ રમશે. જે બાદ બાંગ્લાદેશની ટીમ ભારતનો પ્રવાસ કરશે. બાંગ્લાદેશ ભારત પ્રવાસ પર 3 મેચની ટી20 સીરિઝ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 હેઠળ 2 મેચની ટેસ્ટ સીરિઝ રમશે. જે બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસ પર આવશે અને 3 ટેસ્ટ મેચની સીરિઝ રમશે. પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે 5 ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભાગ લેવા જશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત 2 નવેમ્બરથી થશે.
જાન્યુઆરીમાં ભારત પ્રવાસ પર આવશે ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા બાદ જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે. અહીં 5 મેચની ટી20 સીરિઝ અને 3 મેચની વનડે સીરિઝ રમાશે. તે બાદ ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થશે. ચેમ્પિયન્સ ટ્રોફી બાદ આઈપીએલ શરૂ થશે.








