ચોથી મેચમાં ઝિમ્બાબ્વેને હરાવી ટીમ ઈન્ડિયાએ સિરીઝ પર જમાવ્યો કબ્જો, ગિલ- યશસ્વીએ ફિફ્ટી ફટકારી
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝની ચોથી મેચ શનિવારે હરારે સ્પોર્ટ્સ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝની ચોથી મેચ શનિવારે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને યજમાન ટીમને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પરિણામે ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે વિના વિકટે 15.2 ઓવરમાં 153 રનનો ટાર્ગેટ પાર પાડીને વિજય મેળવ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પણ જીતી લીધી છે.
ગિલ અને યશસ્વીએ 156 રનની ભાગીદારી કરી
ઝિમ્બાબ્વે આપેલા 153 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની જોડીએ 156 રનની ભાગીદારી કરી હતી.
યશસ્વી- ગિલની શાનદાર ફિફ્ટી
યશસ્વી જયસ્વાલે 52 બોલમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 87 રન બનાવ્યા હતા. ટી-20 ઈન્ટરનેશનલમાં આ તેની છઠ્ઠી ફિફ્ટી છે. જ્યારે શુભમન ગિલે પણ ફિફ્ટી ફટકારી હતી.
દેશપાંડેએ ટી-20માં ટીમ ઈન્ડિયા તરફથી ડેબ્યૂ કર્યું
તુષાર દેશપાંડે ટી-20માં ટીમ ઈન્ડિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું. તુષાર IPLમાં CSKની ટીમ તરફથી રમે છે. છેલ્લી સિઝનમાં તેનું પ્રદર્શન પણ ઘણું સારું રહ્યું હતું. જોવાનું એ રહેશે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાને મળેલી તકનો તે ફાયદો ઉઠાવી શકે છે કે નહીં.
બંને ટીમની પ્લેઇંગ ઈલેવન
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે અને ખલીલ અહેમદ.
ઝિમ્બાબ્વે: સિકંદર રઝા (કેપ્ટન), વેસ્લી માધવેરે, તદીવાનાશે મારુમાની, બ્રાયન બેનેટ, ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ફરાઝ અકરમ, ક્લાઈવ મદાંદે (વિકેટકીપર), રિચર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝારાબાની અને તેંદાઈ ચતારા.








