મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs PAK: ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય, ટુર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યું

પાકિસ્તાનની યજમાનીમાં બ્લાઇન્ડ T20 વર્લ્ડકપ 23 નવેમ્બરથી શરૂ થવાનો છે, પરંતુ ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમા

IND vs PAK: ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય, ટુર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યું

પાકિસ્તાનની યજમાનીમાં બ્લાઇન્ડ T20 વર્લ્ડકપ 23 નવેમ્બરથી શરૂ થવાનો છે, પરંતુ ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે વિદેશ મંત્રાલયે ભારતીય ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપી ન હતી. જેના કારણે બ્લાઈન્ડ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી ખસી ગઈ હતી. ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા (CABI)ના આસિસ્ટન્ટ સેક્રેટરી શેલેન્દ્ર યાદવે આ માહિતી આપી હતી.

બ્લાઈન્ડ T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો દબદબો

બ્લાઈન્ડ T20 વર્લ્ડકપની અત્યાર સુધી ત્રણ સિઝન રમાઈ છે. ત્રણ સિઝન વર્ષ 2012, 2017 અને 2022માં થઈ હતી. જેમાં ત્રણેય સિઝનમાં ભારતીય બ્લાઈન્ડ ટીમનો વિજય થયો હતો.  

આ પણ વાંચો: ભારતે જાપાનને 2-0થી હરાવ્યું, મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં બનાવી જગ્યા

 

2022માં બાંગ્લાદેશને હરાવીને ચેમ્પિયન બની હતી

ગત વખતે 2022ની સિઝનની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 120 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. તે મેચમાં ભારતીય ટીમે 277 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 157 રન બનાવી શકી હતી.

આ સમાચાર શેર કરો