મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારતે જાપાનને 2-0થી હરાવ્યું, મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં બનાવી જગ્યા

ભારતે જાપાનને હોકીમાં 2-0થી હરાવીને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લ

ભારતે જાપાનને 2-0થી હરાવ્યું, મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં બનાવી જગ્યા

ભારતે જાપાનને હોકીમાં 2-0થી હરાવીને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ફાઇનલમાં ટીમ ઇન્ડિયા ચીન સામે રમશે. મહિલા હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારતીય ટીમ પાંચમી વખત ફાઇનલમાં પહોંચી છે અને ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં ત્રણ વખત આ ખિતાબ જીત્યો છે. 

જણાવી દઈએ કે, પ્રથમ સેમી ફાઈનલમાં ચીને મલેશિયાને 3-1થી હરાવ્યું હતું. બીજી સેમીફાઈનલમાં ભારતે ચીનને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે ભારત અને ચીન વચ્ચે 20મી નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે. જાપાન સામેની રોમાંચક સેમીફાઈનલ મેચમાં નવનીત કૌર અને લાલરેમસિયામીએ છેલ્લા ક્વાર્ટરમાં એક-એક ગોલ કરીને ટીમ ઈન્ડિયાનો વિજય સુનિશ્ચિત કર્યો હતો. આ સેમિફાઇનલ મેચ એટલી રોમાંચક હતી કે, 15 મિનિટના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં એક પણ ગોલ બન્યા નહોતા. પરંતુ છેલ્લી 15 મિનિટમાં જાપાનની ટીમ દબાણમાં આવી ગઈ હતી. 

છેલ્લા અને ચોથા ક્વાર્ટરની શરૂઆતની 2 મિનિટમાં ભારતને પેનલ્ટી સ્ટ્રોક મળતા નવનીત કૌરે ગોલમાં ફેરવીને ટીમ ઈન્ડિયાને 1-0ની સરસાઈ અપાવી. મેચ પૂરી થવાની માત્ર 4 મિનિટ બાકી હતી અર્થાત 56મી મિનિટમાં લાલરેમસિયામીએ જાપાની ગોલકીપરને ડગાવીને ગોલ કરતાં ભારતે આ મેચ 2-0ની સરસાઈથી જીતી લીધી.

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ 20 નવેમ્બરે બિહારના રાજગીરમાં રમાશે. જેમાં જાપાનને હરાવનાર ભારત અને મલેશિયાને હરાવનાર ચીન ટાઈટલ મેળવવા માટે રમશે. મહિલા હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારતીય ટીમ પાંચમી વખત ફાઇનલમાં પહોંચી છે અને ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં ત્રણ વખત આ ખિતાબ જીત્યો છે. 2023માં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં જાપાનને 4-0થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. ચીનને છેલ્લી ત્રણ વખત ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ આ વખતે તે ફાઇનલમાં પ્રવેશવામાં આખરે સફળ રહ્યું છે. 

આ સમાચાર શેર કરો