VIDEO / 'ટીમ ઈન્ડિયાની શાન સૂર્યકુમાર', દિલ્હી પહોંચતા જ લાગ્યા કેપ્ટનના નામના નારા
ભારતીય ટીમે પ્રથમ T20 મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. આ સાથે ભારતે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ

ભારતીય ટીમે પ્રથમ T20 મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. આ સાથે ભારતે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે બંને ટીમો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટકરાશે. રાજધાની પહોંચતા જ ટીમ ઈન્ડિયાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના નામના નારા લગાવવામાં આવ્યા હતા.
T20 વર્લ્ડ કપ 2024માં ટાઈટલ જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. આ પછી, સૂર્યકુમાર યાદવને ભારતની T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ફુલ ટાઈમ કેપ્ટન બન્યા બાદ સૂર્યકુમારની આ બીજી સિરીઝ છે.
ટીમ ઈન્ડિયાની શાન સૂર્યકુમાર
ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચતા જ તમામ ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમના સ્વાગત માટે ઢોલ વગાડવામાં આવ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ એક પછી એક બસમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે આ ડ્રમર્સ તેમના નામ લઈ રહ્યા હતા. સૂર્યકુમાર બસમાંથી ઉતર્યો ત્યારે તેઓ 'ટીમ ઈન્ડિયાની શન સૂર્યકુમાર' ના નારા લગાવવા લાગ્યા. સૂર્યકુમારે પણ ઢોલના તાલ પર ડાન્સ કર્યો હતો.
સિરીઝ જીતવા પર નજર
ભારતીય ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે. તે સિરીઝની બીજી મેચમાં પણ પોતાનું ફોર્મ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. જો ટીમ ઈન્ડિયા બીજી મેચ પણ જીતી જશે તો તે સિરીઝમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લેશે. જોકે આમ કરવું સરળ નહીં હોય. ભલે બાંગ્લાદેશ પ્રથમ મેચમાં હારી ગયું, પરંતુ આ ટીમ T20માં કંઈપણ કરી શકે તેવી શક્તિ ધરાવે છે.






