મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઈન્ડિયા આફ્રિકા સામે જીતેલી મેચ હારી ગઈ, વરૂણની ઘાતક બોલિંગ છતાં પરાજય

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ટી-20 સિરીઝની બીજી મેચ કેબેરાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં રમ

ટીમ ઈન્ડિયા આફ્રિકા સામે જીતેલી મેચ હારી ગઈ, વરૂણની ઘાતક બોલિંગ છતાં પરાજય

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ટી-20 સિરીઝની બીજી મેચ કેબેરાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને માત્ર 20 ઓવરમાં 124 રન જ બનાવ્યા હતા. જેના જવાબમાં યજમાન ટીમે 19 ઓવરમાં 7 વિકેટના નુકસાને ટાર્ગેટ પાર પાડ્યો હતો. એક સમયે આફ્રિકાની 86 રનમાં 7 વિકેટ પડી ગઈ હતી. 

125 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે આક્રમક શરૂઆત કરી હતી. જોકે, અર્શદીપે રેયાન રિકલ્ટને 13 રન આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જે બાદ વરુણ ચક્રવર્તીએ એક પછી એક કરીને પાંચ ખેલાડીઓને આઉટ કર્યા હતા. 

વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ ખેરવી હતી

વરુણ ચક્રવર્તીએ 13મી ઓવરમાં સતત 2 વિકેટ ખેરવી હતી. પહેલા બોલ પર હેનરિક ક્લાસેનને કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ બીજા બોલ પર ડેવિડ મિલર બોલ્ડ માર્યો હતો. ચક્રવર્તીએ 4 ઓવરમાં માત્ર 17 રન આપીને મહત્ત્વની પાંચ વિકેટ લીધી હતી.

હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 39 રન બનાવ્યા

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 6 વિકેટ નુકસાને 124 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 27 રન અને તિલક વર્માએ 20 રન બનાવની આઉટ થયા હતા. બાકીના બેટર્સ ડબલ ડિજિટના આંકને પણ વટાવી શક્યા ન હતા.

બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન

ભારત: સંજુ સેમસન, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને આવેશ ખાન.

સાઉથ આફ્રિકા: રેયાન રિકલ્ટન, રીઝા હેન્ડ્રિક્સ, એડન માર્કરમ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, માર્કો યાન્સેન, એન્ડીલે સિમેલેન, ગેરાલ્ડ કોત્ઝી, કેશવ મહારાજ અને કબાયોમઝી પીટર.

આ સમાચાર શેર કરો