મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Womens T20 World Cup: ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પછાડ્યું, આ ખેલાડી રહ્યા જીતના હિરો

મહિલા T-20 વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મુકાબલો ખેલાયો

Womens T20 World Cup: ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પછાડ્યું, આ ખેલાડી રહ્યા જીતના હિરો

મહિલા T-20 વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મુકાબલો ખેલાયો હતો. જેમાં પાકિસ્તાને ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરીને 105 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 18.5 ઓવરમાં પાર પાડીને જીતનું ખાતું ખોલ્યું છે. 

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પાકિસ્તાને 20 ઓવરમાં માત્ર 105 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન ટીમ તરફથી નિદા દારે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા. 

અરુંધતી રેડ્ડીએ સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી 

ભારતીય બોલરો સામે પાકિસ્તાનના બેટરો પાણીમાં બેસી ગયા હતા. અરુંધતી રેડ્ડીએ સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી. જ્યારે શ્રેયાંકા પાટિલને બે વિકેટ મળી હતી. શેફાલીએ સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન  હરમનપ્રીત કૌરે 29 રન ફટકાર્યા હતા.

બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન

ભારત : હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્ઝ, રિચા ઘોષ (વિકેટકીપર), સજના સજીવન, દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, શ્રેયાંકા પાટિલ, આશા શોભના અને રેણુકા સિંહ.

પાકિસ્તાન: ફાતિમા સના (કેપ્ટન), મુનીબા અલી, ગુલ ફિરોઝ, સિદરા અમીન, અમાઈમા સોહેલ, નિદા દાર, તુબા હસન, આલિયા રિયાઝ, નસરા સંધુ, અરુબ શાહ અને સાદિયા ઈકબાલ.

આ સમાચાર શેર કરો