મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND VS BAN: કાનપુર ટેસ્ટમાં ભારતની બેઝબોલ ઈનિંગ્સ, એક જ મેચમાં તોડ્યો ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડનો રેકોર્ડ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ગ્રીન પાર્ક, કાનપુરમાં રમાઈ રહી છે. આ મેચના ચોથા દિવસે ટીમ

IND VS BAN: કાનપુર ટેસ્ટમાં ભારતની બેઝબોલ ઈનિંગ્સ, એક જ મેચમાં તોડ્યો ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડનો રેકોર્ડ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ગ્રીન પાર્ક, કાનપુરમાં રમાઈ રહી છે. આ મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 રન બનાવીને ભારત માટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો. આ વર્ષે ટ્રેન્ટ બ્રિજ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચ દરમિયાન ઈંગ્લેન્ડે માત્ર 4.2 ઓવરમાં 50 રનનો આંકડો પાર કરી લીધો હતો. હવે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે માત્ર 3 ઓવરમાં 50 રનનો આંકડો સ્પર્શીને ઈંગ્લેન્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.

રોહિત શર્માએ સિક્સ ઈનિંગ શરૂ કરી

રોહિત શર્માએ આ મેચમાં સિક્સ સાથે પોતાની ઈનિંગની શરૂઆત કરી હતી. આ મેચમાં રોહિત શર્મા ખૂબ જ સારા ફોર્મમાં હતો. એવું લાગી રહ્યું હતું કે તે ડ્રેસિંગ રૂમમાંથી જ સેટ થઈને આવ્યો હતો. જો કે તે ઝડપી રન બનાવવાના કારણે આઉટ થયો હતો. આ મેચમાં રોહિત શર્માએ માત્ર 11 બોલમાં 23 રનની ઈનિંગ રમી હતી. જેમાં ત્રણ સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે. રોહિત શર્માને મેહદી હસન મિરાઝે આઉટ કર્યો હતો. રોહિત શર્માને આ રીતે બેટિંગ કરતો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થયા હતા.

સૌથી ઝડપી 100 રન

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 રન બનાવવા ઉપરાંત ટીમ ઈન્ડિયાએ સૌથી ઝડપી 100નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ભારતે માત્ર 10.1 ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી લીધો હતો. રસપ્રદ વાત એ છે કે ટીમ ઈન્ડિયાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ભારતે વર્ષ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે 12.2 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. એક વર્ષની અંદર ભારતે ફરી આ રેકોર્ડ તોડ્યો. તે સમયે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના રેકોર્ડને તોડ્યો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 100 રન બનાવનાર ટીમ

  • 10.1 – ભારત vs બાંગ્લાદેશ, કાનપુર, 2024
  • 12.2 – ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, પોર્ટ ઓફ સ્પેન, 2023
  • 13.1 – શ્રીલંકા vs બાંગ્લાદેશ, કોલંબો SSC, 2001
  • 13.4 – બાંગ્લાદેશ vs વેસ્ટ ઈન્ડિઝ, મીરપુર, 2012
  • 13.4 – ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન, કરાચી, 2022

સૌથી ઝડપી 150 રન

જયસ્વાલના આઉટ થયા બાદ રિષભ પંતે ગિલ સાથે મળીને આગલી વિકેટ માટે માત્ર 14 રન બનાવ્યા. બીજા સેશન પછી, જ્યારે ગિલ આઉટ થયો, ત્યારે વિરાટ કોહલી 5મા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો અને પંત સાથે મિક્સઅપ થતા ખૂબ જ નજીકથી રન આઉટથી બચ્યો હતો, તેણે પછીની બોલમાં ચોગ્ગો ફટકારીને ભારતને 18.2 ઓવરમાં 150 સુધી પહોંચાડ્યું.

આ પહેલી વખત છે કે ટેસ્ટમાં કોઈ ટીમ આટલી ઝડપથી 150 સુધી પહોંચીહોય. ભારતે ફરી એકવાર પોતાનો જ 21.1 ઓવરના રેકોર્ડને બહેતર બનાવ્યો છે. ભારતે 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો.

સૌથી ઝડપી 200 રન

સૌથી ઝડપી 50, 100 અને 150 રન બનાવ્યા પછી, ભારતે સૌથી ઝડપી 200 રન પણ બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાએ 24.2 ઓવરમાં 200 રનનો આંકડો સ્પર્શી લીધો હતો. જ્યારે પંત આઉટ થયો અને કેએલ રાહુલ મેદાન પર આવ્યો. આ વખતે ભારતે ઓસ્ટ્રેલિયા (28.1 ઓવર) ના રેકોર્ડને તોડ્યો હતો. જેણે 2017માં સિડનીમાં પાકિસ્તાન સામે ટેસ્ટમાં સૌથી ઝડપી 200 રન બનાવ્યા હતા.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 રન બનાવનાર ટીમ 

  • 24.2 ઓવર - ભારત vs બાંગ્લાદેશ, કાનપુર 2024
  • 28.1 ઓવર - ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન, સિડની 2017
  • 29.4 ઓવર - ન્યુઝીલેન્ડ vs પાકિસ્તાન, શારજાહ 2014
  • 30.1 ઓવર - ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન, રાવલપિંડી 2022 (પ્રથમ ઈનિંગ)
  • 30.3 ઓવર - ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન, રાવલપિંડી 2022 (બીજી ઈનિંગ)

ટીમ ઈન્ડિયાએ શા માટે ઝડપી બેટિંગ કરી?

આ મેચમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ ઝડપી બેટિંગ કરી રહી છે. આ ટેસ્ટ મેચનો બીજો અને ત્રીજો દિવસ વરસાદ અને ભીના મેદાનને કારણે રદ્દ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ રમતના ચોથા દિવસે ઝડપી બેટિંગ કરવાની છે. ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને માત્ર 233 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. અત્યારે ભારત પાસે આ મેચમાં વધુ સમય નથી. જેના કારણે ભારતીય ખેલાડીઓ ઝડપથી રન બનાવીને લીડ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી આ મેચનું પરિણામ મેચના 5માં દિવસે ડ્રોમાં ન આવે.

આ સમાચાર શેર કરો