મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનું એલાન, બુમરાહ વાઈસ કેપ્ટન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી ટેસ્ટ શ્રેણીનો આરંભ થવાનો છે. જેના પગલે ભારતીય ક્રિકેટ

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનું એલાન, બુમરાહ વાઈસ કેપ્ટન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી ટેસ્ટ શ્રેણીનો આરંભ થવાનો છે. જેના પગલે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ ભારતીય ટીમનું એલાન કરી દીધું છે. જસપ્રિત બુમરાહને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 

ત્રણ ટેસ્ટ માટે ભારતની ટીમ

રોહિત શર્મા (C), જસપ્રિત બુમરાહ (VC), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (WK), ધ્રુવ જુરેલ (WK), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.

પ્રવાસી અનામત ખેલાડીઓના નામ

BCCIએ આ સિવાય ટેસ્ટ શ્રેણી દરમિયાન પ્રવાસી અનામત ખેલાડીઓની પણ જાહેરાત કરી છે. જેમાં હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, મયંક યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ થાય છે.

ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ 

પ્રથમ ટેસ્ટ - 16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર (બેંગ્લુરૂ)
બીજી ટેસ્ટ -  24 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર (પુણે)
ત્રીજી ટેસ્ટ - 1 નવેમ્બરથી 5 નવેમ્બર  (મુંબઈ)

આ સમાચાર શેર કરો