Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : T20 World Cup 2026: India's winning start, defeats America by 29 runs at Wankhede, Mumbai; Hardik-Surya's army dominates

T20 World Cup 2026: ભારતનો વિજયી પ્રારંભ, મુંબઈના વાનખેડેમાં અમેરિકાને 29 રને હરાવ્યું; હાર્દિક-સૂર્યાની સેનાનો દબદબો

Timeછેલ્લું અપડેટ : 07 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cup 2026: ભારતનો વિજયી પ્રારંભ, મુંબઈના વાનખેડેમાં અમેરિકાને 29 રને હરાવ્યું; હાર્દિક-સૂર્યાની સેનાનો દબદબો
સોર્સ : GSTV

India vs USA | T20 World Cup Match: આજથી T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત થઈ ચૂકી છે. ટૂર્નામેન્ટની પહેલી બંને મેચ રોમાંચક રહી. હવે આજે ટૂર્નામેન્ટની ત્રીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા (USA) વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતની 29 રનથી જીત થઈ છે. USAએ ભારતીય ટીમ સામે ટી20 વર્લ્ડ કપ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા છે. ભારતે USAને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં USAની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર માત્ર 132 રન જ બનાવી શકી. 

App Store

T20 વર્લ્ડકપની ડેબ્યૂ ઈનિંગમાં શૂન્ય પર આઉટ થનારા ભારતીય બેટર્સ

ગૌતમ ગંભીર
આશિષ નેહરા 
શાર્દૂલ ઠાકુર
દીપક હુડા
અભિષેક શર્મા 
અભિષેક શર્માના નામે વધુ એક ડક

USAએ ભારતીય ટીમને શરૂઆતમાં જ ઓવરમાં ઝટકો આપ્યો. વિસ્ફોટક બેટર અભિષેક શર્મા પહેલી જ ઓવરમાં 0 પર આઉટ થયો. ઇશાન કિશને મેચના પાંચમા બોલે સિક્સ ફટકારી હતી. બાદમાં તેની સાથે બેટિંગમાં જોડાયેલો તિલક વર્મા પણ સારી લયમાં દેખાતો હતો.

USAએ ટોસ જીત્યો, ભારતને આપી બેટિંગ

USAએ ભારતીય ટીમ સામે ટી20 વર્લ્ડ કપ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.

ભારતની પ્લેઈંગ 11: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઈશાન કિશન, અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, વરૂણ ચક્રવર્તિ.

USAની પ્લેઈંગ 11: મોનાંક પટેલ (કેપ્ટન), એન્ડ્રિસ ગૌસ, સાઇતેજા એમ, મિલિંદ કુમાર, સંજય કૃષ્ણમૂર્તિ, શુભમ રંજને, હરમીત સિંહ, મોહમ્મદ મોહસિન, શૈડલી વાન શાલ્કવિક, અલી ખાન અને સૌરભ નેત્રવલકર

ભારત ખિતાબ જીતવા માટે સૌથી મજબૂત દાવેદારોમાંનું એક છે અને ટૂર્નામેન્ટ પહેલાની એકમાત્ર પ્રેક્ટિસ મેચમાં તેણે પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. વોર્મ-અપ મેચમાં ભારતે આફ્રિકાને 30 રનથી હરાવ્યું હતું. જોકે, મોટી ઈવેન્ટ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમે ટુર્નામેન્ટના એક દિવસ પહેલા પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો હતો. ઈજાગ્રસ્ત હર્ષિત રાણાની જગ્યાએ મોહમ્મદ સિરાજનો ટીમમાં સમાવેશ કરાયો છે. કેપ્ટન મોનંક પટેલના નેતૃત્વમાં અમેરિકાએ ગયા વર્ષે પણ પોતાની નવ મેચમાંથી આઠ મેચ જીતી હતી. વર્લ્ડ કપ પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે કઠિન પડકાર ફેંકનાર અમેરિકા ફક્ત સાત રનથી હારી ગયું.