Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat Weather Forecast: Cold disappears in the state, heat is experienced in the afternoon and cold at night; Know why the temperature has increased?

Gujarat Weather Forecast: રાજ્યમાં ઠંડી ગાયબ, બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ; જાણો તાપમાનમાં કેમ થયો વધારો?

Timeછેલ્લું અપડેટ : 07 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Gujarat Weather Forecast: રાજ્યમાં ઠંડી ગાયબ, બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ; જાણો તાપમાનમાં કેમ થયો વધારો?
સોર્સ : GSTV

Gujarat Weather Forecast: ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો પૂરો થાય તે પહેલા જ ઉનાળાએ પોતાની હાજરી પુરાવી હોય તેવું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગની નવીનતમ આગાહી અનુસાર, રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમયે સામાન્ય ઠંડી અને દિવસ દરમિયાન આકરો તડકો તેમજ ગરમી અનુભવાઈ રહી છે.

App Store

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેને કારણે લઘુત્તમ તાપમાનમાં ઉછાળો આવ્યો છે અને ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં હવે ઉનાળું વાયરા સાથે ગરમીની શરૂઆત થઈ હોય તેવો ઘાટ સર્જાયો છે.

તાપમાનમાં એકાએક વધારો
રાજ્યમાં ગત છેલ્લા 24 કલાકમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં બપોરના સમયે ઉનાળા જેવો તાપ અનુભવાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે, આ બેવડી ઋતુને કારણે વાયરલ ઈન્ફેક્શન અને તાવના કેસોમાં પણ વધારો થઈ શકે છે. આગામી દિવસોમાં હજું પણ તાપમાનનો પારો વધવાની શક્યતા છે, જેને પગલે શિયાળો હવે વિદાય લેવાની તૈયારીમાં હોય તેમ જણાય છે.