Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Massive fire breaks out on the fourth floor of Jayaraj Industry in Sachin area of ​​Surat, quantity of yarn burnt to ashes, firefighters struggle hard

VIDEO: સુરતમાં સચિન વિસ્તારની જયરાજ ઈન્ડસ્ટ્રીના ચોથા માળે ભીષણ આગ, યાર્નનો જથ્થો બળીને ખાખ, ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે

Timeછેલ્લું અપડેટ : 07 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: દક્ષિણ ગુજરાતના ટેક્સટાઈલ હબ ગણાતા સુરત શહેરમાંથી આગની એક મોટી દુર્ઘટના સામે આવી રહી છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલી જયરાજ ઈન્ડસ્ટ્રીમાં આજે શનિવારે બપોરે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

App Store

ચોથા માળે લાગેલી આગથી અફરાતફરી 
મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં આવેલા ભરચક વિસ્તાર એવા સચિન વિસ્તારની જયરાજ ઈન્ડસ્ટ્રીમાં આવેલા એક યાર્નના ગોડાઉનમાં આ આગ લાગી હતી. ઈન્ડસ્ટ્રીના ચોથા માળે આગ લાગી હોવાથી ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા હતા. યાર્ન જ્વલનશીલ હોવાથી આગે ઝડપથી પ્રસાર કર્યો હતો, જેને પગલે ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા મજૂરો અને આસપાસનાં લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડની કામગીરી
 આગ અંગેની ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા અત્યારે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, જોકે આગ સંપૂર્ણપણે ઓલવાયા બાદ જ સાચું કારણ જાણી શકાશે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટા પ્રમાણમાં યાર્નનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે.